માંગરોળ બંદર વિસ્તારમાં રહેતા યુવકે છેલ્લા એક વર્ષથી યુવતીનો પીછો કરી, મોબાઇલ પર બીભત્સ માગણી કરી, આ યુવતી આવું ન કરે તો મારી નાખવાની ધમકી આપી, યુવતીના નગ્ન ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની એક શરમજનક ઘટના પોલીસમાં નોંધાતા પોલીસે આરોપી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ બંદર ખાતે રહેતા ગૌરવ હીરાભાઇ ખોરાવા એ માંગરોળ રહેતી 20 વર્ષીય યુવતી છેલ્લા એક વર્ષથી અવારનવાર પીછો કરી, તેણી પાસે મોબાઇલ ઉપર બીભત્સ માંગણીઓ કરી રહ્યો હતો. તથા યુવતી આવું ન કરે તો યુવતી અને યુવતીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતીની સંમતિ વગર યુવતીના નગ્ન ફોટો વોટ્સએપમાં વાઇરલ કર્યા અંગેની એક ફરિયાદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાતા આ આરોપી યુવક સામે ફિટકાર વરસી રહ્યો છે.આ બાબતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનામાં યુવતીએ ગૌરવ હીરાભાઇ ખોરાવા સામે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કાર્યો છે, જેની તપાસ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન પી.આઇ. એસ.એન.સાટી ચલાવી રહ્યા છે.
Trending
- ભારતીય શેરમાર્કેટ ગબડ્યું , યુએસની બજારોમાં 3 વર્ષ પછી આવી મંદી…
- લહેર તળાવ પાછળ રૂ. 22.76 કરોડના ખર્ચે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
- હોળી સ્પેશિયલ ટ્રેન : જાણો સમય, અને સંપૂર્ણ વિગતો
- આટલી જ વાર લાગે… જેતપુરમાં યુવકના પેટ પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી
- સુરેન્દ્રનગર: લક્ષ્મીપરા વિસ્તારમાં ઘર પાસે કચરો નાંખવા બાબતે સામસામે મારામારી
- બદલી ન શકાય તેવા અંધત્વના મુખ્ય કારણો પૈકી એક: ગ્લુકોમા
- ધોરાજી , ઉપલેટા અને ભાયાવદર પાલિકાને મળી મહિલા નેતૃત્વની ભેટ: ધારાસભ્ય પાડલીયા
- iQOO Z10ની જાણકારી લોન્ચ પેલા થઈ લીક…