પુલમાં પાયાનું કામ કરવામાં આવ્યું ન હોય તેમ જમીનથી ઉપર લટકતી હાલતમાં: લોકોના જીવ જોખમમાં

 

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા ના  હરીપુર થી ગુંદરણ રોડ ઉપર એક પુલ જેનેં જોતાની સાથેજ લોકોના હોશ ઉડી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા આં પુલ માં જાણે પાયાનું કામ કરવામાં આવ્યું જ ના હોય તેમ જમીનથી ઉપર આં પુલનો પિલર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો આશરે 5 વર્ષ પહેલાં આં પુલ બનાવવામાં આવ્યો હોય તેવું લોકો નુ કહેવું છે કોઈપણ સમયે પુલના કારણે કોઈ પણ અકસ્માત બની શકે છે લોકોના જીવન છીનવાઈ શકે તેમ છે આમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ પેટનું પાણીએ નથી હલતું  ,પાંચ વર્ષ માં પુલની હાલત જો આવી જોવા મળતી હોય તો લોકોના રૂપિયા નુ પાણીજ કહેવાય. આવા ઘણા બધા પુલ છે છે એજન્સીઓ ની ચાડી ખાય છે , એક બાજુ સરકાર વિકાસ ની હરણફાળ ભરી રહી છે તો આવી ભ્રષ્ટ એજન્સીઓ સરકારને બદનામ કરવાનું કામ કરી રહી હોય તેવું જણાઈ આવે છે ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરનાર એજન્સીઓ અને સાથે સંડોવાયેલા હોય તો તેવા અધિકારીઓની તટસ્થ તપાસ થવી જોઈએ અને દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.