દિવ્યાંગ લોકો માટે ખાલી પડેલી ચાર ટકા સરકારી જગ્યાઓ ભરવા હાઇકોર્ટનું સૂચન
ગુજરાત રાજ્યમાં ઘણી ખરી સરકારી જગ્યાઓ ખાલી ખમ પડેલી છે તેમાં પણ સરકારે વિવિધ લોકો માટે નિર્ધારિત ક્વોટા પણ નક્કી કરેલો છે. ત્યારે વિકલાંગ માટેની ખુરશીઓ કોણ ખાઈ ગયું તે સૌથી પ્રશ્ન ઊભો થયો છે ત્યારે આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ હતી હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું છે કે જે દિવ્યાંગ લોકો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે જગ્યાઓની પૂર્તિ ઝડપથી કરવામાં આવે જેથી ખાલી પડેલી જગ્યાઓ ભરાવા લાગે.
ગુજરાત હાઇકોર્ટે શનિવારના રોજ રાજ્ય સરકારને નોટિસ બજવવી હતી અને જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકો માટે જે ચાર ટકા રોજગારી માટે જગ્યા અનામત રાખવામાં આવી છે તેની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવે સાથોસાથ જે બેંગ્લોર ઊભો થયો છે તેની પણ પુષ્ટિ થાય.
નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા પીઆઈએલ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ કૃતિ શાહે આ અંગે રિપોર્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જ ચાર ટકા રોજગારી માટે દિવ્યાંગ લોકોની જગ્યા અનામત રાખેલી છે પરંતુ હજુ સુધી તેની યોગ્ય રીતે અમલવારી થઈ શકી નથી અને વિવિધ ક્ષેત્રમાં બેક લોગ પણ વધુ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસોમાં આ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સરકાર ઝડપથી આ દિશામાં પગલાં લઈએ તે અંગે હાઇકોર્ટ દ્વારા સુચન પણ કરવામાં આવેલું છે. ગુજરાત સરકાર સામે રોજગારીમાં ભ્રષ્ટાચાર અંગેના અનેક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે વિકલાંગ લોકો પણ એ વાત ઉપર વિચાર કરતા થયા છે કે તેમની જગ્યાઓ કોણ ખાઈ ગયું ?
એટલું જ નહીં નિર્ધારિત કરાયેલા ક્વોટા મુજબ જે ભરતી થવી જોઈએ તે પણ થતી નથી તેની પાછળના કારણો શું તે અંગે પણ તપાસ હાથ ધરવી ખૂબ જ જરૂરી છે જેથી આવનારા દિવસોમાં કોઈ નોકરી વાનછુકને તકલીફનો સામનો ન કરવો પડે. એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટે એ વાત અંગે પણ ગુજરાત સરકારને સૂચન આપ્યું હતું કે દિવ્યાંગ લોકો માટે કઈ જગ્યા ખાલી પડેલી છે તે અંગે પણ તેઓ તૈયારી હાથ ધરે.