પરેડ દરમિયાન વિવિધ 19 પ્લાટુનોમાં 800 જવાનો થશે સહભાગી પરેડમાં ચેતક કમાન્ડો પ્લાટુન, બુલેટપ્રુફ લેક ગાડી, અશ્વદળ, તથા વિવિધ પોલીસ બેન્ડના રહેશે આકર્ષણો

ગુજરાત ગૌરવ દિવસની જાજરમાન ઉજવણી જામનગરના આંગણે થવા જઇ રહી છે.વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.1લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

પરેડમાં આકર્ષક લોકનૃત્યોનો પણ સમાવેશ

સાથે સાથે પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યોનો પણ સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાત પોલીસની મહીલા તલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસ.આર.પી. જુથ-13 રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડીયા રાસ, ઉત્તર ગુજરાતનુ લોક નૃત્ય રૂમાલ નૃત્ય રજુ કરશે એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ, ગુજરાતના અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનુ આદીવાસી નૃત્ય રજુ કરશે એસ.આર.પી. જુથ-9 વડોદરાના તાલીમાર્થીઓ.

રેડમાં યોજાનાર આ મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો કરવામાં આવશે. જેમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇક પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સક, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ , બાઇક પર કમળની પ્રતિકૃતી, ઓરીજેન્ટાલ બાર, બાઇક પર કોમી એકતા, બાઇક પર કમાન્ડોે પોઝીશન, બાઇક પર રાષ્ટ્રીય ધ્વજ, બાઇક પર ભમરાની પ્રતિકૃતી તથા બાઇક પર એરોહેડ સહિતના દિલધડક સ્ટંટ યોજવામાં આવશે.

પરેડમાં સહભાગી થશે 19 પ્લાટુન

ઉજવણી અંતર્ગત યોજાનાર આ પરેડમાં 19 પ્લાટુનમાં 800 જવાનો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો , એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રુફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરૂષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુનનો સમાવેશ થાય છે.

પરેડ દરમિયાન જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગના પુરૂષ પ્લાટુનનું ઉત્કૃષ્ઠ પર્ફોમન્સ

જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગના વડા ડો. કે.એલ.એન.રાવ (આઈ.પી.એસ.) અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટનાઓના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પ્રિન્સિપાલ નાસિરુદ્દીન એસ.એલ. ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજય, અમદાવાદ(જી.આઈ.પી.સી.એ.) નાઓના સુપરવિઝન હેઠળ જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગની જેલ પોલીસના કર્મચારીઓ પણ ગુજરાત રાજય અને રાજય બહારની ફોર્સની તુલનામાં ખુબજ ટુંકા સમયમાં કરલી ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.