સોની સમાજના આંગણે રૂડો અવસર
દાતાઓના સહયોગથી દિકરીઓને સોના-ચાંદીની વસ્તુઓ, ઘરઘંટી, ફ્રિઝ, સિલાઈ મશીન સહિત 100થી વધુ વસ્તુઓ અપાશે
સમસ્ત સોની સમાજના આંગણે રૂડો અવસર આવ્યો છે, રવિવારે સમસ્ત સોની સેના રાજકોટ દ્વારા લાડતીના વિવાહ નામક પ્રથમ સમુહલગ્નોત્સવનું ઝાંઝરમાન આયોજન કરાયું છે.
રિયલ પર્લ પાર્ટી પ્લોટ, ગુજરાત ગેસ પહેલા, ઘંટેશ્વર ગામની સામે, નવા 150 ફૂટ રીંગ રોડ સામે યોજાનાર સમુહલગ્નોત્સવમાં સમસ્ત સોની સમાજના વિરાટ દર્શન થશે , ગામે ગામથી મહાજન અંગ્રણીઓની ઉપસ્થિતિમાં 7 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે, સમસ્ત સોની સેના દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવમાં સપ્તમપીઠાધીશ્વર પૂ . પા. ગૌ. 108 વજેશકુમાર મહારાજની (કામવાન – રાજકોટ), સપ્તમપીઠ યુવરાજ પૂ.પા , 108 અનિરૃધ્ધલાલજી મહોદય, ચી, ગો. રશેષકુમારજી , પૂ.પા , ગો , 108 રુચિરરાયજી ( મધુસુદનજી મહોદય (રાજકોટ – ગોંડલ – ગોકુલ) , પુ.પા.ગો .108 ગોપેશ રાયજી મહોદય આશીર્વચન આપવા પધારશે, સમુહલગ્નોત્સનામાં મુખ્ય દાતા પર્વ મેટલ પ્રોસેસિંગ કુ. ના સંજયભાઈ ઈશ્વરલાલ સોની (વાગડીયા) રહેશે.
સમૂહલગ્નોત્સવ પ્રસંગે તા.30 ને રવિવારે બપોરે 3 વાગ્યે ગ્રહશાંતિ, બપોરે 4 વાગ્યે મંડપ રોપણ, બપોરે 5 વાગ્યે જાન આગમન, સાંજે 6-29 કલાકે હસ્તમેળાપ થશે ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 10 વાગ્યે જાન વિદાય થશે. માંગલિક પ્રસંગોમાં શાસ્ત્રીપદે હિરેનભાઈ દવે રહેશે.
આ સમુહલગ્નોત્સવના ભોજન સમારંભના મુખ્યમનોરથી ચીમનભાઈ લાલજીભાઈ લોઢીયા છે , જયારે સહ મનોરથી અરવિંદભાઈ બેચરભાઈ સોની (એ.બી , જવેલર્સ અમદાવાદ ) દિલીપભાઈ મોહનલાલ પાટડીયા, મંગળાબેન કનૈયાલાલ પાટડીયા તેમજ ભાવિનભાઈ અશ્વિનભાઈ રાણપરા પરિવારનો સહયોગ મળેલ , જયારે ગ્રહશાંતીના યજમાન ભુપેશભાઈ ધકાણ છે.
સમૂહ લગ્નમાં રાજ્યભરમાંથી વર – ક્ધયા જોડાયા છે ક્ધયાને દાતાઓના સહયોગથી કરિયાવરમાં સોના – ચાંદીની અને રીયલ ડાયમંડ ની વસ્તુઓ તેમજ ફિજ, ઘરઘંટી, ઓવન, સિલાઈ મશીન સહિતની જીવન જરૂરિયાતની, સહીત 100 થી વધુ નાની મોટી ચીજ વસ્તુઓ અપાશે.
આ સમુહલગ્નોત્સવમાં અતિથિ વિશેષપદે, ક્લેકટર પ્રભવ જોશી , મેયર પ્રદીપભાઈ ડવ , પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ , સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા , રામભાઈ મોકરિયા , મંત્રી ભાનુબેન બાબરીયા , ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ. રમેશભાઈ ટીલાળા, ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી , કોર્પોરેટર વર્ષાબેન રાણપરા ઉપસ્થિત રહેશે.
આ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા કેતનભાઇ પાટડીયા, રવિકાન્તભાઇ વાગડિયા , કુમારભાઇ ધાનક, ગૌરવભાઇ રાધનપુરા, શૈલેષભાઇ પાટડીયા , રવિભાઇ પાલા , દેવાંશભાઇ પટ્ટણી , સંજયભાઇ આડેસરા , સંજયભાઇ માંડલીયા , મનિષભાઇ પાટડીયા , સુનિલભાઇ બારભાયા , વિવેકભાઇ બારભાયા , મોહિતભાઈ પાટડિયા અને મેહુલભોઇ ભગત વગેરે સંસ્થાના દરેક સભ્યો પરિશ્રમની પરાકાષ્ઠા સજી રહ્યા છે. કીતીભાઈ પાટડીયા, નિલેશભાઈ કાત્રોડીયા, ધૈર્યભાઈ પારેખ, પ્રશાંતભાઈ લોલારીયા કાર્યક્રમની વિગત આપવા સોની સેનાના સભ્યોએ અબતકની મુલાકાત લીધી હતી.