ખેતીની જમીન પચાવી પાડી બે દુકાનો બનાવી લીધી
ટંકારા આધેડની જમીન પર ઈસમોએ ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો ખડકી દેતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રાજપર ગામ ખાતે રહેતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયા નામના ખેડૂતની ટંકારા ખાતે સર્વે નં 735 ની જમીન હે.0-76-89 ચો.મી વાળી જમીન આવેલ છે. જ્યાં આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે સરકારી દવાખાના પાસે, ટંકારા) તથા અલીભાઈ આમદભાઈ બાદી (રહે ખીજડીયા તા.વાકાનેર) નામના ઈસમોએ ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો બનાવી જમીન પચાવી પાડતા સમગ્ર મામલે ખેડૂતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.