એપ્રિલ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એપ્રિલમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહી હતી. હવે મેં મહીનાની રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંકમાં ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને તરત જ પતાવી લો. ચાલો જાણીએ વિગતવાર કેટલા દિવસ રહેશે બેંક બંધ…
બેંકો રજાના દિવસે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે. આ સાથે એટીએમમાં ઉપલબ્ધ સેવાઓ પણ સંપૂર્ણ રીતે ચાલુ રહેશે. તમે કોઈપણ એટીએમમાં જઈને સરળતાથી પૈસા ઉપાડી શકો છો.
1 મે – મહારાષ્ટ્ર દિવસ/મે દિવસના કારણે બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ, નાગપુર, પણજી, પટના અને ત્રિવેન્દ્રમમાં બેંકો બંધ રહેશે.
5 મે – બુદ્ધ પૂર્ણિમા (શુક્રવાર) – દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ
7 મે – રવિવાર – રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
9 મે – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (મંગળવાર) – પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે
13 મે – બીજો શનિવાર – શનિવારના કારણે બેંકો બંધ
14 મે – રવિવાર – રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા.
16 મે (મંગળવાર) – રાજ્યનો દિવસ – સિક્કિમ
21 મે – રવિવાર – રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા
22 મે – મહારાણા પ્રતાપ જયંતિ – સોમવાર – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
27 મે – ચોથો શનિવાર – શનિવારના કારણે બેંકો બંધ
28 મે – રવિવાર – રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) વિવિધ રાજ્યોના આધારે તેની બેંક રજાઓની સૂચિ તૈયાર કરે છે અને તેને તેની વેબસાઇટ પર અપડેટ કરે છે. તમે તમારા મોબાઇલ પર આ લિંક https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર ક્લિક કરીને મહિનાની દરેક બેંક રજાઓ વિશે પણ જાણી શકો છો.