અબતકની મુલાકાતમાં લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની શૈક્ષણિક સાથે સમાજ સેવાની વિગતો આપતા આચાર્ય ભરતસિંહ પરમાર અને ટીમ

કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ ના ઉમદા હેતુને એક સાથે સિદ્ધ કરવામાં રાજકોટની મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય અક્ષરસ સફળ પુરવાર થઈ રહી છે, અબ તકની મુલાકાતે આવેલા શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર, ઉર્વશીબેન ઉપાધ્યાય, ભરતભાઈ કગથરા, વિપુલકુમાર ભ છલાડીયા, સાબીરાબેન બેલીમ ,ઉષાબેન ચંદ્રવાડીયા, રીમ્પલબેન રૈયાણી ,જશવંતીબેન ખાનવાણી, પદ્માબેન પટેલ એ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય નો શિક્ષણ નો સેવા યજ્ઞ સરસ્વતી ની સાથે સાથે માનવસેવા ના ધ્યેયને સિદ્ધ કરે છે

સમાજમાં ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓને આર્થિક અવરોધ વગર શિક્ષણ મળી રહે તે હેતુથી લાલુભાઈ ત્રિવેદી દ્વારા 1980 માં કન્યાશાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 53 વર્ષથી સરસ્વતી સેવા કરતી આ શાળામાં આજ દિન સુધી કન્યા કેળવણી ની અવિરત સેવા થઈ રહી છે શાળામાં 9 થી 12 ધોરણમાં 500 વિદ્યાર્થીની અભ્યાસ કરે છે

શાળા દ્વારા ગયા વર્ષે લેવાયેલા ક્રાંતિકારી નિર્ણય માં ગયા વર્ષથી શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીની બહેનો માટે રવિવારે શૈક્ષણિક કાર્ય શરૂ રાખવા નો નિર્ણય કરી તેનો અમલ કર્યું હતું અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીઓને રવિવારે ખાસ કોચિંગ આપીને બોર્ડની પરીક્ષામાં ઝળહળથી સિદ્ધિ અપાવવામાં સફળતા મેળવી હતી.

શાળાના આ પ્રયોગ બાદ આ વર્ષથી બીજા બે નવા ક્રાંતિકારી નિર્ણય અને તેના અમલની તૈયારી શરૂ કરી છે જેમાં રવિવારના કોચિંગ ની સફળતા બાદ હવે વિદ્યાર્થીનીઓ માટે શાળામાં ધોરણ નવ થી જ કેરિયર ગાઈડન્સ તેમજ કોમ્પ્યુટર કોડિંગના ક્લાસ વિનામૂલ્ય ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવે છે. સરકારના ધારા ધોરણ મુજબની ફી ધરાવતી શાળા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ધોરણ નવમાં એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીની બહેનોને સાલા તરફથી સ્કુલ બેગ પાઠ્યપુસ્તકો ફુલ સ્ટેપ ચોપડા સ્કૂલની ફોર્મ શિષ્યવૃત્તિ સાયકલ વિનામૂલ્યે આપે છે વર્તમાન સમયમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. ત્યારે આ શાળા દ્વારા શિક્ષણને સમાજ સેવા રાષ્ટ્ર સેવા અને સાચા અર્થમાં શિક્ષણના સૂત્રધાર તરીકે કાર્ય કરવામાં આવે છે

વાલીઓમાં પણ દીકરીઓને ફ્રી એજ્યુકેશન આપી કન્યા કેળવણી માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય પ્રથમ પસંદગી બની છે. શાળામાં શિક્ષણ કૌશલ્ય પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ તેમજ શિક્ષણ સાથે સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે. શિક્ષણનો સેવાયજ્ઞ નિરંતર ચાલુ રહે તે માટે શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર હંમેશા શિક્ષણની ચિંતા કરી સમાજમાં કન્યા કેળવણીના સાચા ભેખધારી બની રહ્યા છે .વિદ્યાર્થીનીઓના ભણતર અને ઘડતર માં ક્યાંય આર્થિક અવરોધ ન આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવા વચનબધ રહેલી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય પરિવાર રત્નાત્મક પ્રવૃત્તિઓમાં મહાત્મા ગાંધી ચેરી પર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી “હેલી બેન” નું માર્ગદર્શન અને સહકાર આ અભિયાનને સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બની રહ્યું છે.

રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ખરા અર્થમાં કન્યા કેળવણીની સાથે સાથે મહિલા સશક્તિકરણ નો હેતુ સિદ્ધ કરે છે. વિદ્યાર્થીની ભણતા ભણતા જ  ઇંતર પ્રવૃત્તિઓ અને કોમ્પ્યુટર કોડિંગ થી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શાળામાં જ તૈયાર થાય અને ભણતા ભણતા જ સ્વાવલંબી બને તેવી પ્રવૃત્તિ ને લઈને લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય એક આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થઈ છે .શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર એ દીકરીઓના વાલીઓને આ શાળાનો મહત્તમ લાભ લેવા હાર્દિક અપીલ કરી છે.

કન્યા કેળવણી ના ઉમદા હેતુ આડે ક્યાંય આર્થિક પરિબળ ન આવવું જોઈએ આચાર્ય ભરતસિંહ પરમાર

રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીના ઉમદા હેતુથી 1970માં સ્થાપિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય”માં આજે પણ સામાજિક સમરસતા અને કન્યા કેળવણીમાં ક્યાંય આર્થિક અવરોધ રૂપ પરિબળ  હાવી  ન થાય તેની ચીવટ રાખવામાં આવે છે, આચાર્ય ભરતસિંહ પરમાર એ જણાવ્યું હતું કે અમારી શાળામાં હોશિયાર વિદ્યાર્થીની બહેનો ભણવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા, હુન્નર, ઈતર પ્રવૃત્તિ માં પારંગત થઈને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની વીરભાવના સિદ્ધ કરે છે ,વિદ્યાર્થીની બહેનો માં રહેલી સુસુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય શાળા દ્વારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.