રાજકોટ, સુરત, મુંબઇ, લોનાવાલા અને ઉદયપુર લઇ જઇ આઠ માસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો મેહુલનગરના શખ્સ સામે નોંધાતો ગુનો
માતાએ પુત્રીને ગર્ભપાત કરાવ્યા બાદ ફરી શરીર સંબંધ બાંધતા યુવતી સગર્ભા બન્યા બાદ પ્રેમીએ બાળક પોતાનું હોવાનો ઇન્કાર કરી લગ્નની ના કહી
કેવડાવાડીની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ દઇ આઠ માસ સુધી રાજકોટની જુદી જુદી હોટલ, સુરત, મુંબઇ, લોનાવાલા અને ઉદયપુર ખાતે લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારી બે વખત ગર્ભવતી બનાવેલી યુવતીને બાળક પોતાનું હોવાનો ઇન્કાર કરી લગ્નની ના કહેતા પિડીતાએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર જવેલર્સના શોરુમમાં કામ કરતી યુવતીને મેહુલનગરમાં રહેતા સહકર્મચારી મિતેશ વિનોદભાઇ વ્યાસ સાથે પ્રેમ સંબંઘ બંધાતા લગ્નની લાલચ દઇ તા.13-8-22 થી તા.9-4-23 દરમિયાન મિતેશ વ્યાસે ગિરનાસ સિનેમા પાસે આવેલી નોવા હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યા બાદ બંને પતિ-પત્નીની જેમ રહેતા અને યુવતીએ પોતાના પરિવારને મિતેસ વ્યાસ સાથે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન કરવા અંગેની જાણ કરી હતી. મિતેશ વ્યાસ યુવતીને સુરત, મુંબઇ, લોનાવાલા અને ઉદયપુર લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાથી યુવતી ગર્ભવતી બની હતી.
યુવતીની માતાએ નાના મવા રોડ પર આવેલી મિરેકલ હોસ્પિટલમાં લઇ જઇ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે યુવતીના પરિવારે મિતેશ વ્યાસના ભાઇ નિકુંજને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે પોતાનો પરિવારને કંઇ જાણ ન હોવાનું કહ્યું હતું. પોતાના માતા-પિતાને સમજાવી લગ્નની વાત કરશે તેવું આશવસ આપ્યું હતું. મિતેશ વ્યાસે પણ પોતાના માતા-પિતાને જાણ કરી તાત્કાલિક લગ્ન કરશે તેવું કહી ફરી શરીર સંબંધ બાધતા યુવતી ફરી ગર્ભવતી બની હોવાથી યુવતીના માતા-પિતાએ મિતેશ અને તેના ભાઇ નિકુંજને વાત કરી હતી. ત્યારે મિતેશ વ્યાસે આ બાળક પોતાનું ન હોવાનું અને પોતાની માતા લગ્નની ના કહેતી હોવાનું સ્પષ્ટ કહેતા યુવતીએ પ્ર.નગર પોલીસમાં મિતેશ વ્યાસ સાામે ફરિયાદ નોંધાવતા પી.આઇ. વસાવા સહિતના સ્ટાફે મિતેશ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.