ક્યારેક ક્યારેક વાઇ ફાઇનો ઉપયોગ ખૂબ જ નુકશાન કારક સાબિત થાય છે. સિક્યોરીટી રિર્સચર મેંથી વેનહુફે પોતાના રિસર્ચમાં જાણ્યુ કે હેકર્સ યુઝર્સની માહિતીને ફ્રી વાઇફાઇ દ્વારા હેક કરી શકે છે જે મોબાઇલ અને વાઇફાઇની વચ્ચેના ટ્રેકિક દ્વારા શક્ય છે. તેમણે જણાવ્યું હતુ કે WPA2નેટવર્ક સિક્યોરીટી જોડાયેલા પ્રમુખ સુરક્ષા પ્રોટોકોલના નિયમોનું ભંગ થતા વાઇફાઇની સિક્યોરીટી નબળી પડી જાય છે.
આ પ્રક્રિયાને રિસર્ચોએ ક્રેક નામ આપ્યુ છે. જેના અંતરગત હેકર્સ વાઇફાઇ દ્વારા પણ કોઇપણ ડિવાઇસમાં વાયરસ અથવા માલવેયર ઇન્સ્ટોલ કરી શકે છે. આ ત્યારે શક્ય છે જ્યારે યુઝર્સ વાયરસ પ્રભાવિત વાઇફાઇમાં પોતાનું ડિવાઇઝ કનેક્ટ કરે. ‘ક્રેકના’ ઉપયોગથી કોઇપણનું ક્રેડિટ કાર્ડ નંબર, પાસવર્ડ, ચેટ મેસેજીંગ, ઇ-મેઇલ, ફોટો જેવી જાણકારીને આસાનીથી હેક કરી શકે છે. આ સમસ્યાથી બચવા માટે યુઝર્સે ગમે તેના ફ્રી વાઇફાઇમાં કનેક્ટ થવાથી બચવું, અજાણ્યા વાઇફાઇથી તમારા ડેટા સુરક્ષિત રહેશે નહીં.