ગોચર ગ્રહોની વાત કરીએ તો હાલ માં સૂર્ય-બુધ-ગુરુ-રાહુની યુતિ મેષ રાશિમાં થઇ રહી છે. સૂર્ય રાહુ ગ્રહણ યોગની રચના કરે છે જયારે ગુરુ રાહુ ચાંડાલયોગની રચના કરે છે અને આ ચાર ગ્રહો એક જ રાશિમાં સાથે છે જે અનેક નવા ઘટનાક્રમને સામે લાવે છે જેમાં રાજકીય ઘણી ઉઠાપટક જોવા મળશે વળી અગાઉ લખ્યા મુજબ અનેક દેશોમાં ચાંડાલ યોગના કારણે અસ્થિરતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે આગામી દિવસોમાં પણ ઘણા દેશમાં આંતર્યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળશે.
આ સમયમાં ભારત દેશ માટે બે પડકાર બેરોજગારી અને યુવાધનનું વિદેશ ગમન છે રાહુ એ વિદેશ છે માટે જયારે રાહુ સક્રિય બને ત્યારે વિદેશની યાત્રા વધારે છે અને ત્યાં સ્થાયી વસવાટ પણ વધારે છે વળી જે રીતે નોકરીના ચાન્સ અહીં ઘટતા જાય છે તેમ યુવાવર્ગને વિદેશનું આકર્ષણ વધતું જાય છે તે સત્ય પણ સમજવા જેવું છે.
સુદાનમાં સ્થિતિ વણસી રહી છે અને બીજી તરફ પાડોશી પાકિસ્તાનમાં પણ હાલત દિનબદિન બગડતા જાય છે પાકિસ્તાનને અરીસો બતાવનાર તારીક ફતેહ હવે રહ્યા નથી જેમને ભારતીય ઉપખંડ વિષે તમામ જાણકારી અને સમજ હતી. તેમના લેખ અને ભાષણો ભારત પાકિસ્તાન સંબંધમાં સમજવા જેવા છે. ભારતવર્ષને તેમની હંમેશા ખોટ રહેશે. ઇતિહાસ થી લઈને આજ સુધી આપણી ભૂમિ તેના શાશકો અને લોકોની માનસિકતા એ પેચીદો પ્રશ્ન રહ્યો છે અને ઊંડા અભ્યાસ અને સમજ વિના આ બાબતો પામવી ખુબ અઘરી છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨