‘કોર્ટના હુકમથી દેવભૂમિ દ્વારકા જીલાના ખેડૂતોમાં ખુશીની લહેર’
કલ્યાણપુર ગામના ખેતરો માં ‘ગુજરાત એનર્જી ટ્રાન્સમિસન કોરોપોરેશન લિમિટેડ’ કંપની દ્વારા વીજ ટાવરો અને હેવી વોલેટેજ ની વિજલાઇન પસાર કરવાના કામ ખેડૂતો ની સંમતિ વિના બળજબરીથી ચાલુ કરવામાં આવેલું છે જે કામ ઉપર રોક લગાવતો હુકમ જામખંભાળિયા સીવીલ કોર્ટે ફરમાવેલો છે. બનાવ ની ટૂંક હકીકત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામે રહેતા ખેડૂત નાગાભાઇ સોંડાવદરા અને નાગાજણભાઈ ગોરાણીયા ના ખેતરો માં ‘ગુજરાત એનર્જી ટ્રાન્સમિસન કોરોપોરેશન લિમિટેડ’ કંપની દ્વારા ખેડૂતો ની સંમતિ વિના પ્રવેશી વીજ ટાવરો અને વીજ લાઇન પ્રસ્થાપિત કરવાનું કામ ચાલુ કરવામાં આવેલું હતું.
જે અંગે ખેડૂતો એ પ્રતિકાર કરતા કંપની ના માણસો એ ખેડૂતો ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી કામ ચાલુ રાખેલું હતું. કામ અટકાવવા ની સ્પષ્ટ ના પાડી દીધેલી હતી. આ અંગે પોલીસને મોખીક રાવ કરવા છતાં પોલીસે હાથ ઊચા કરી દીધેલા હતા. જેથી ખેડૂતો એ કોર્ટ ના દ્વાર ખટખટાવેલા અને વીજ કંપની નું કામ અટકાવવા અરજી કરી હતી. જે અરજી ની સુનવણી દરમ્યાન ખેડૂતો ના વકીલની દલીલો ને ગ્રાહ્ય રાખી જામખંભાળિયા સીવીલ કોર્ટે વાદગ્રસ્ત જગ્યા ની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા કામ ચલાઉ સ્ટે આપતો હુકમ ફરમાવેલો આથી વીજ કંપની એ પોતાનું કામ રોકવાની ફરજ પડી હતી. આ કામે ખેડૂતો વતી ગુજરાત ના જાણીતા કાનૂની સલાહકાર સંજય એચ. પંડિત ની ટીમ રોકાયેલી હતી.