સોમવારે 161 લોકો કોરોનાથી સંક્રમિત: ર14 વ્યકિતઓએ કોરોનાને હરાવ્યો
ગુજરાતમાં કોરોના કુણો પડયો છે. સોમવારે નવા કેસમાં 43 ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. કાલે નવા 161 કેસ નોંધાયા હતા. જેની સામે 214 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા.રિકવરીનો રેઇટ 99 ટકાએ પહોંચી જવા પામ્યો છે. હાલ રાજયમાં 1826 એકિટવ કેસ છે. માત્ર ચાર એકિટવ કેસ છે.
સોમવાર અમદાવાદ કોર્પોરેશનમાં નવા 4ર કેસ, વડોદરા કોર્પોરેશનમાં 26 કેસ, સુરત કોર્પોરેશનમાં ર3 કેસ, સુરત જિલ્લામાં 1ર કેસ, મહેસાણામાં 10 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, આણંદ જીલ્લામાં પ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં પ કેસ, અમદાવાદમાં 3 કેસ, ભરુચમાં 3 કેસ, ભાવનગર જીલ્લામાં ર કેસ, ભાવનગર કોર્પોરેશનમા: ર કેસ, દાહોદ, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ જિલ્લામાં નવા બબ્બે કેસ જયારે બનાસકાંઠા, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, મોરબી, અને રાજકોટ જીલ્લામાં નવા એક-એક કેસ નોંધાયો હતો.
ગઇકાલે નવા 161 કેસ નોંધાયા હતા. જેની સામે 214 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.રાજયમાં હાલ કોરોનાના 1826 એકટીવ કેસ છે જેની સામે 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1822 દર્દીઓની હાલત સ્થીર છે.