જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હૈ બસેરા…
સોનુ, ચાંદી, ડાયમંડ, કોપર, ટેલરિયમ સહિતના દુર્લભ ખનીજો બહાર લાવવામાં આવશે
કહેવાય છે કે જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા… આ વાક્ય ખરા અર્થમાં સાર્થક કરવા સરકાર ખનીજ કાયદામાં ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. પેટાળમાં ઘરબાયેલા કિંમતી ખનીજોને ઉપયોગમાં લાવવા સરકાર હરકતમાં આવી છે. ગોલ્ડ, સિલ્વર ,કોપર ,ઝિંક, ટેલેરિયમ, સેલેનીયમ, ઝીંક, લીડ , લીથીયમ સહિતના અને ખનીજો ધરતીમાં દટાયેલા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી માહિતી અનુસાર ભારતમાં માત્ર ત્રીજો ભાગ જ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
બાકી હજુ પણ ખૂબ મોટા પ્રમાણમાં આ કીમતી ખનીજોને બહાર લાવવામાં આવ્યો નથી. જો યોગ્ય રીતે આ ખનીજો ને બહાર લાવવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત બની શકે તેમ છે ત્યારે સરકાર આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ ખનીજ પ્રવૃત્તિઓ સરળ બનાવવા માટે ખનીજ કાયદામાં ફેરફાર કરશે.
ખાનગી કંપનીઓને ખનીજ બહાર લાવવા માં મદદરૂપ થવા એકસપ્લોરેશન લાઇસન્સ લેવું ફરજિયાત બન્યું છે અને જ્યારે જે તે ખાણ ને યોગ્ય રીતે ઓળખવામાં આવશે ત્યારબાદ તેની હરાજી કરાશે અને હરાજીમાં જીતનાર ખાનગી કંપનીને તમામ પરિબળો ચકાસી લાઇસન્સ આપવામાં આવશે ત્યારબાદ જ ખનીજ કામગીરી શરૂ થશે. કહેવાય છે કે ભારતના પેટાળમાં અનેક એવા ખનીજો દટાયેલા છે કે જે ખૂબ જ દુર્લભ છે જે વિશ્વના અન્ય કોઈ દેશોમાં જોવા મળતા નથી ત્યારે આ વાતને જો યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને એ ખનીજો બહાર ઉપયોગમાં લેવાય તો દેશને ઘણી ખરી રીતે મદદ મળી શકે છે અને અર્થવ્યવસ્થામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. ભારતમાં જ્યાં પણ ખનીજ ડટાયેલા હોય તે ખનીજો અંગે કંપનીઓ જો સરકારને ભલામણ કરશે તો ત્યાં તે જગ્યાને ઓળખી આગળની કાર્યવાહી હાથ ધરાશે અને ખનીજ પ્રક્રિયા માટેની તમામ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે.
સરકાર દ્વારા જે બદલાવ ખનીજ કાયદામાં લાવવામાં આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ખાનગી ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવે અને પ્રોત્સાહિત કરવામાં આવે જેથી તેઓ યોગ્ય રીતે ખનીજો નો ઉપયોગ કરી શકે અને દેશની અર્થવ્યવસ્થા માટે ઉપયોગી બની શકે. વર્ષ 2014 બાદ માઈન્સ અને મિનરલ કાયદામાં આ પાંચમી વખત ફેરબદલ કરવામાં આવશે એટલે કે ઈ ઓપ્શન ને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
ખનીજોમાં ભારત પાસે હાલ 6.88 લાખ સ્ક્વેર કિલોમીટર જગ્યા પડેલી છે કે જ્યાં આ ખનીજો અને બહાર લાવી શકાય છે એટલું જ નહીં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1.97 લાખ સ્ક્વેર કિલોમીટર જગ્યા ને ઓળખવામાં આવી છે. સરીઓની વાત એ છે કે વૈશ્વિક બજેટના માત્ર એક ટકા જ ભારતમાં ખનીજો બહાર લાવવા માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે આ આંકડાને વધારવામાં આવે તે દિશામાં સરકાર દ્વારા કાર્યો હાથ ધરાયા છે કારણ કે ભારત પાસે અનેક એવા દુર્લભ ખનીજો છે જે વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતા નથી.