2019માં વડાપ્રધાન એ જ કર્યું હતું શિલાન્યાસ હવે કરાવશે કાર્યરભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દાદરા નગર હવેલી ના પ્રવાસને લઈને ભારે ઉત્સાહ પ્રવત્તિ રહ્યો છે, વડાપ્રધાન સેલવાસમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની જાત મુલાકાત લેશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે, આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના વરદ હસ્તે 2019 માં થયો હતો, આ પ્રોજેક્ટથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ નાગરિકોની આરોગ્ય સેવાઓ?માં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે, અત્યાધુનિક મેડિકલ કોલેજમાં સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેજેટ સાથે 24 કલાક કેન્દ્રીય પુસ્તકાલય, નિષ્ણાત આરોગ્ય કર્મચારીઓ, લેબોરેટરી, સ્માર્ટલેક્ચર હોલ, લેબોરેટરી, પ્રયોગશાળાઓ ,શરીર રચના સંગ્રહાલય, ક્લબ હાઉસ અને ખેલ સુવિધાઓ સાથેનું સંકુલ અભૂતપૂર્વ સેવાઓ પ્રદાન કરશે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે આવાસીય સુવિધાઓ પણ સંકુલમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસના શાયલી મેદાનમાં 4850 કરોડ રૂપિયાથી વધુની 96 જેટલી યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે આ યોજનાઓમાં દાદરા અને નગર હવેલી જિલ્લામાં મોરોખલ ખેરડી સિદોની અને મસાટ ની સરકારી શાળાઓ અને રસ્તાઓના સમારકામ ની સાથે સાથે અંતર માળખાકીય સુવિધાઓ અને માર્ગો પહોળા કરવાની પરિયોજનાઓની સાથે સાથે અંબાવાડી પરીયારી દમણવાળા, ખરીવાડ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ દમણ ના સરકારી સ્કૂલ, મોટી દમણ અને નાની દમણમાં ફિશ મારકેટ અને શોપિંગ કોમ્પલેક્ષ અને નાની દમણમાં પાણી પુરવઠા યોજના ના વિસ્તરણની પરિયોજનાઓ સહિત અનેક યોજનાઓ નો પ્રારંભ થશે
વડાપ્રધાનના હસ્તે દેવકા સિંફ્રન્ટ નું લોકાર્પણ કરવામાં આવશે 165 કરોડ રૂપિયાના ખર્ચે 5.45 કિલોમીટર ના દેશનું એક વિશિષ્ટ સી ફ્રન્ટ એટલે કે બીચ વિકાસ પામશે જેનાથી સ્થાનિક અર્થતંત્ર ને વૃદ્ધિ અને પર્યટકો આકર્ષિત થશે અવકાશ અને મનોરંજન માટેનું એક કેન્દ્ર બનશે, આ વિસ્તારમાં આધુનિક લાઇટિંગ વ્યવસ્થા ,પાર્કિંગ, ઉદ્યાન ફૂડ સ્ટોલ ,ફૂડ પાર્ક, સ્ટોલ મનોરંજનના વિવિધ સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે ભવિષ્યમાં અહીં લક્ઝરી ટેન્ટ સીટી બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.