નવજીવન હોટલના ગ્રાઉન્ડમાં મોડીરાતે હિન્દી ફિલ્મના વિલનની જેમ ત્રણ કારમાં ઘસી આવેલા શખ્સોએ ફાયરિંગ કરતા નાસભાગ
માળીયા મિયાણા નજીક આવેલી નવ જીવન હોટલના ગ્રાઉન્ડમાં ગત મોડીરાતે હિન્દી ફિલ્મના વિનલની જેમ ત્રણ કારમાં ઘસી આવેલા સાત જેટલા શખ્સોએ બે હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ છે. ટ્રક ઝડપથી રિપેરીંગ જેવી સાામાન્ય બાબતે ફાયરિંગ કરી ભાગી છુટેલા સાતેય શખ્સો સામે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અંકલેશ્ર્વરના શ્યામનગરના વતની અને માળીયા મિયાણા ખાતે નવજીવન હોટલ ધરાવતા સફીરભાઇ મુસાભાઇ મોવર નામના 29 વર્ષના યુવાન પર મોરબીના જુસબ ગુલમામદ મોવર, હૈદર સુમાાર મોવર , ઓસમાણ સુમાર મોવર અને ચાર અજાણ્યા શખ્સોએ બે હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સફીરભાઇ મોવરની નવજીવન હોટલ છેલ્લા ચાર માસથી બંધ છે. તેના ગ્રાઉન્ડમાં શ્યામભાઇ ટ્રક રિપેરીંગનું ગેરેજ ચલાવે છે. તેઓ ગઇકાલે એક ટ્રક રિપેર કરી રહ્યા હતા ત્યારે ઓસમાણ પોતાનો ટ્રક લઇને રિપેરીંગ માટે આવ્યો હતો અને તાત્કાલિક રિપેરીંગ કરી આપવા માટે કહી ઝઘડો કર્યો હતો ત્યારે સફીરભાઇ મોવર વચ્ચે પડી એક ટ્રક રિપેર થયા બાદ તમારો ટ્રક રિપેરીંગ કરી આપશે તેમ કહેતા ઓસમાણે મોરબીના જુસબ મોવર સાથે મોબાઇલમાં વાત કરી હતી
મોરબીનો જુસબ મોવર ઉશ્કેરાયો હતો અને સફીરભાઇ મોવર સાથે મોબાઇલમાં જેમફાવે તેમ વાત કરી ધમકી દીધી હતી. રાતે ત્રણેક વાગે જુસબ મોવર અને તેના સાગરિતો સ્વીફટ, એન્ડઓવર અને સ્કોર્પીયો લઇને હોટલે આવી બઘડાટી બોલાવતા તેને સમવાજાવવા માટે સફીરભાઇ મોવર પોતાના ઘરેથી કાર લઇને ત્યાં ગયા ત્યારે જુસબ મોવરે બે રાઉન્ડ અને હૈદરે એક રાઉન્ડ ફાયરિંગ કરતા સફીરભાઇ મોવર પોતાનો જીવ બચાવી કાર લઇ ભાગી ગયા હતા. પોતાના મોટા ભાઇ અને માતા તેમજ ભાઇના સાળા સાથે પોલીસ મથકે પહોચી ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છ.ે