પોલીસે રોકડા રૂ.15 હજાર મળી કુલ રૂ.41,100નો મુદ્દામાલ કબ્જે કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જુગાર સામે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ દ્વારકા વિસ્તારમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ચોક્કસ બાતમી, એલસીબીના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળતા, પોલીસે રેલવે સ્ટેશન રોડ પર આવેલી પાર્થ ઈન હોટલ નજીકથી દ્વારકાના રેલવે સ્ટેશન કોલોની ખાતે રહેતા જયેશ રમેશ ચૌહાણ (ઉ.વ. 28) અને નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અભય ભુપતભા માણેક (ઉ.વ. 21) નામના બે શખ્સોને ઝડપી લઇ, તેની સામે આઈ.પી.એલ. ક્રિકેટ પર ઓનલાઈન આઈ-ડી ઉપર રનફેર તથા હારજીતના સોદાઓ કરી અને ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દરોડો પાડી બંને આરોપી પાસેથી રૂ.15,600 રોકડા તથા ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ.41,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.