વિસાવદર હાલ રાજકોટ સ્થિત મહેતા પરિવાર આયોજિત બ્રહ્મલીન સ્વામી આત્મારામજી મહારાજની તપશ્ચર્યા, ભજન જીવન પર્યંત સેવા પારાયણ વૃત્તિ, તેમજ પદયાત્રી બની, ધર્મની ધજાને ઉજાગર કરતા કરતા 84 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થતાં, પૂ. સ્વામીની જન્મભૂમિ વિસાવદર મુકામે ભંડારો યોજવામાં આવેલ.
ભંડારા પ્રસંગમાં ઉત્સવ મોતી પૂ.મુક્તાનંદબાપુ (ચાપરડા), પૂ. વિજયબાપુ (સતાધાર), પૂ.નિજસ્વરૂપાનંદ સ્વામી એ પોતાના આશીર્વચનમાં જણાવેલ કે પૂ.સ્વામી આત્મારામજીએ જીવન પર્યંત દીર્ઘકાલીન સેવા પારાયણ માટે પદયાત્રા કરી. ઠેર ઠેર ધર્મ સંદેશાઓ ફેલાવેલ. સાથોસાથ શૈક્ષણિક ક્ષેત્રે બ્રહ્મ સમાજના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તક સહાય કરી, શિક્ષણની જ્યોત જલતી રાખી. સમગ્ર ભારત વર્ષમાં કેટલાય કિલોમીટરની પદયાત્રા કરી પદયાત્રી સંત તરીકે સત્સંગ સમાગમ વધાર્યો.
ભંડારા પ્રસંગે ઉપસ્થિત નિરુબાપુ (નાની માસીયાળી), નલિનબાપુ (અમરેલી), ધીરુબાપુ (બગસરા), લવજીભગત નેસડી, સુખરામબાપુ (મેંદરડા), વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિનુભાઈ જોશી, હરેશભાઈ મહેતા, અરવિંદભાઈ દવે, ઉદયભાઇ મહેતા, જી.વી.જોશી, મનોજભાઈ વિકમા, ધનજીભાઈ દવે, જસ્મિનભાઇ જાની, સુભાષભાઈ મહેતા તથા 400 જેટલા સાધુઓ, આમંત્રિત મહેમાનો, બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ દવેએ કરેલ. સમગ્ર ભંડારા કાર્યક્રમના આયોજક ભરતભાઈ મહેતા, કિશોરભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ મહેતા તથા જય ભાઈ મહેતાએ ઉપસ્થિત સંતો, મહંતો અને સાધુઓને પત્ર પુષ્પ, અર્પણ કરી આશીર્વાદ મેળવેલ. ભંડારાની પૂર્વ સંધ્યાએ ભજન, કીર્તન તથા ભંડારાના દિવસે સંતવાણી તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.