સમગ્ર રૂટમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો: પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ આવવાના છે. જેને લઈને તંત્ર તમામ તૈયારીઓ કરી સજ્જ બન્યું છે. આજે તંત્ર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સાથે આજથી જ ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટ પધારવાના છે. અહીં તેઓ ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેને પગલે જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને લઈને આજે તંત્ર દ્વારા રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. દરેક કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રીનો કોન્વે આજે પહોંચ્યો હતો.વધુમાં મુખ્યમંત્રીનો જે રૂટ છે ત્યાં આજથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.