ઢાબા પાસે ટ્રકમાંથી શરાબની 30967 બોટલ સાથે ચાલકની ધરપકડ
મોકલનાર, મંગાવનાર અને પાઇલોટીંગ કરનાર બે સહિત ચાર શખ્સોની શોધખોળ: રૂ. 49.81 લાખનો મુદામાલ કબ્જે
પૂર્વ કચ્છના અંજાર પંથકમાં બે સ્થળે વિદેશી દારુનો દરોડા પાડવામાં આવ્યા છે જેમાં અંજાર નજીક આહિર યાદવ આઇ માતા ધાબા પાસે પાકિંગ કરેલા ક્ધટેનરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડી રૂ. 39.76 લાખની કિંમતનો 30967 બોટલ વિદેશી દારુ સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી રૂ. 49.81 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. મોલકનાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ કચ્છ જિલ્લામાં મોટાપાયે વિદેશી દારુ ઘુસાડવામાં આવી રહ્યાની સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલીપ્ત રાયને મળેલી માહીતીની આધારે ડીવાયએસપી કે.ડી. કામરીયા સહિતના સ્ટાફે પૂર્વ કચ્છ વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.
ગાંધીધામ- મુંદ્રા ધોરી માર્ગ પર અંજાર નજીક આહિર યાદવ આઇ માતા ધાબા પાસે પાકિંગ પડેલા ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો હોવાની પી.એસ.આઇ. આઇ.એસ. રબારીને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. વિદેશી દારૂની કટીંગ થાય તે પૂર્વે ટ્રકમાંથી રૂ. 39.76 લાખની કિંમતનો 30967 બોટલ દારુ સાથે બાડમેરના રૂગરામ નગારામ જાટ નામના શખ્સની ધરપકડ કરી હતી. ટ્રક, દારુ અને મોબાઇલ મળી રૂ. 49.81 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા રૂગરામ નગારામ જાટ પ્રાથમિક પુછપરછ આ દારુનો જથ્થો હરિયાણાના રાજુરામ જાટએ મોકલ્યાની અને મંગાવનાર તેમજ વાહનનું પાઇલોટીંગ કરનાર બે સહીત ચાર શખ્સોની સંડોવણી ખુલતા મોબાઇલ નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.
અંંજાર: વિદેશી દારૂના જથ્થા સાથે મંગાવનાર સહિત બે પકડાયા
કાર અને રર8 બોટલ દારુ મળી રૂ. 3.78 લાખનો મુદામાલ કબ્જે: બેટલેગર ફરાર
અંજાર નજીક વાગડીયા ચોક પાસે કારમાંથી રૂ. 72960 ની કિંમતના 228 બોટલ દારુ સાથે બે શખ્સની ધરપકડ કરી રૂ. 3.78 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ અંજારના વાગડીયા ચોક નજીક રહેતા વિશાલપુરી હિંમતપુરી ગૌસ્વામીનામના શખ્સો જીજે 1ર બીએફ 8044 નંબરની કારમાં વિદેશી દારુનો જથ્થો ભરીને અંજારના મયુરસિંહ લાખુભા જાડેજાને વિદેશી દારુની ડીલીવરી કરવા જતો હોવાની અંજાર પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂ. 73 હજારની કિંમતનો 228 બોટલ સાથે બન્ને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સની પુછપરછમા સચિન પંડયાએ મોકલ્યાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.