ઝાલાવાડ પંથકમાં અતિક વાળી થઈ
સુરક્ષા વ્યવસ્થામાં રહેલી પોલીસ નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર
ચૂંટણીના મનદુ:ખ અને પ્રેમ પ્રકરણ મામલે બે પરિવાર વચ્ચે ચાલતી અદાવતમાં એકની લોથ ઢળી, બે ગંભીર, ગામમાં તંગદીલી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં મારામારી હત્યા ચોરી લૂંટફાટના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નારિયેળી ગામે દીકરી ભગાડી જવાનું તેમ જ સરપંચની ચૂંટણીનું મન દુ:ખ રાખી અને છેલ્લા ઘણા સમયથી બે પરિવારના જૂથો વચ્ચે રાગ દ્વેષ ચાલી રહ્યો હતો ત્યારે ત્રણ દિવસ પહેલા આ બે જૂથો સામ સામે આવી ગયા હતા જોકે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હુમલો કરવામાં ચાર જેટલા લોકોને તે સમયે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નારીયેળી ગામે ફરી કાલે સાંજના સમયે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે આધેડની હત્યા થઈ ગઈ છે જાહેરમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે ખાસ કરીને મારામારીની ઘટના બની ત્યારબાદ ગામમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે જે ગામમાં બંદોબસ્ત માં પોલીસ સ્ટાફ મૂકવામાં આવ્યો હતો જે પૈકીના બે પોલીસ કર્મી નાશાની હાલતમાં હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ત્યારે બંદોબસ્ત સમયે પોલીસ પણ નશામાં હોવાનો વિડીયો ગ્રામ જનોએ વાયરલ કરતા ચકચાર મચી જવા પામ્યો છે.
પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થયા છે તે વચ્ચે એક આધેડની નારીયેલી ગામે જ એક હત્યા થઈ ગઈ છે કાળાભાઈ ગેલાભાઈ મેરની હત્યા થઈ ગઈ છે ત્યારે પરિવારમાં પણ શોકની લાગણી આપી જવા પામી છે આશરે એક વર્ષ પહેલા દીકરી જ ભગાડી જવાનું મન દુ:ખ આ મેર પરિવાર વચ્ચે ચાલી રહ્યું હતું ત્યારબાદ સરપંચની ચૂંટણીમાં પણ થોડો ઘણો રાગ દ્વેષ ચાલી રહ્યો હતો ઝઘડાઓ થઈ રહ્યા હતા નાની મોટી બોલાચારી બાદ જૂથ અથડામણના બનાવો પણ આ ગામમાં સામે આવ્યા હતા પરંતુ તે છતાં પણ પોલીસ સમાધાન બે જૂથો વચ્ચે ન કરાવી શકી અને અંતે પરિણામમાં હત્યાનો બનાવ સામે આવ્યો.
ત્યારે ગઈકાલે તે જૂથ અથડામણ થઈ છે તેમાં પણ ત્રણ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં વશરામભાઈ મેર મનસુખભાઈ મેર સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે પણ તબેલા માંથી ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ નારીયેળી ગામે ઊભી થઈ છે જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મીઓ જ નશાની હાલતમાં હોવાનો ગ્રામજનોએ આ બાબતે વિડીયો વાયરલ કર્યો છે ત્યારે લોકોની સલામતી નું શું તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.