આપણે જ આપણી પૃથ્વી બગાડી હોવાથી ફરી તેને હરિયાળી કરવા આપણે જ કામ કરવું પડશે: પ્રદુષણ વધવાથી તેની વિપરીત અસરો અને પરિણામોએ લોકોને વિચારતા કરી મૂકયા છે. છાત્રોમાં કરૂણા, પ્રેમ અને લાગણી જેવા ગુણોનું નિરુપણ આવી પ્રવૃત્તિથી થઇ શકે
કુદરતના સજીવોના એકબીજા વચ્ચેના સંબંધો અને તેની આસપાસના ભૌતિક ઘટકો વચ્ચેના આંતર સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્રી એટલે ઇકોલોજી: ગ્લોબલ વોર્મિગને કારણે ઋતુચક્રોમાં ફેરફાર, આબોહવા સાથે પર્યાવરણમાં ફેર થતાં ઘણી જીવ સૃષ્ટિ ભય સ્થાનમાં આવી ગઇ
આજે પર્યાવરણની સમતુલાનો વિકટ પ્રશ્ર્ન છે. વિશ્ર્વ આખુ તેના રક્ષણ માટે અથાગ પ્રયત્નો કરે છે. ગ્લોબલ વોમિંગની સમસ્યાઓ સુનામી જેવી ભયાનક ઘટના નિર્માણ કરે છે. કપાતા જંગલોથી પ્રાણીઓ, પશુ, પંખીનું પર્યાવરણ, ખોરાક, આવાસ, છિનવાતા ઘણી જાતી લુપ્ત થવા લાગે છે. ઋતુ ચક્રોમાંં ફેરફાર જેવી ગંભીર ઘટના સાથે આબોહવા અને પ્રદુષણની સમસ્યા વિકટ બની છે, પૃથ્વીવાસીઓને કુદરતી ની આ છેલ્લી ચેતવણી ગણી શકાય, હજી પણ આપણે જાગૃત નહીં થાય તો વિનાશ નકકી છે. પ્રકૃતિ, વન, વન્યજીવ, જૈવ વૈવિઘ્ય અને પર્યાવરણના ઘટકોના રક્ષણ માટે સૌ કોઇએ જાગૃત થવું પડશે જ આજે કોઇ નિયમોનું પાલન કરતા ન હોવાથી પ્રદુષણની સમસ્યા વકરતા ઘણા રોગો માનવીને મોતને શરણે લાવે છે.
બધા જ લોકો આ પરત્વે જાગૃત થાય તે જરુરી છે. ખાસ ભાવી નાગરીકોને તૈયાર કરવા સૌથી અગ્રતાક્રમનું કાર્ય છે. છાત્ર શકિત જો આ પ્રોજેકટમાં જોડાઇ તો આવનારુ ભારત કે વિશ્ર્વ હરિયાળુ વિશ્ર્વ કે ગ્રીનવર્લ્ડ હશે. આપણે સૌએ સાથે મળીને ભાવી પેઢીને એનું વિશ્ર્વ આપવા કાર્ય કરવું જ પડશે. દરેક શાળા-કોલેજમાં ‘ઇકો કલબ’ ની સ્થાપના ફરજીયાત બનાવવી જોઇએ, હાલ છે પણ એની સક્રિયતા નથી માત્ર અમુક દિવસો જ આંશિક કામગીરી થાય છે. અભ્યાસ સાથે પર્યાવરણ કે આપણી આસપાસ જેવા વિષયો દાખલ થયા પણ શાળામાં વૃક્ષો કે નાના હોવા જ ન હોય તો શું થઇ શકે ? વનટાઇમ યુઝ પ્લાસ્ટિક સાથે સુકો – ભીનો કચરાની સમજ સાથે ઇકો કલબને અભ્યાસ સાથે જોડવી જરુરી છે.
નેશનલ ગ્રીન હોય ના સાનિઘ્યમાં ર001 થી આ પ્રોજેકટ ચાલે છે જેમાં પ્રારંભે એક જીલ્લામાં 100 શાળામાં ઇકો કલબ હતી. દરેકને એક હજારની વાર્ષિક ગ્રાન્ટ અપાતી હતી. બાદમાં સંખ્યા વધીને 100 માંથી રપ0 થઇને આજે જીલ્લામાં પ00 ઇકો કલબ છે. હવે ગ્રાન્ટ પણ પાંચ હજાર રૂપિયા અપાય છે. ઇકો કલબ શાળા બનાવીને વિદ્યાર્થીનું સંગઠન જ પર્યાવરણ લક્ષી પ્રવૃતિ પ્રોજેકટ કરે છે. પ્રાણી દિવસ, પૃથ્વી દિવસ વન્ય જીવન દિવસ, વિશ્ર્વ સિંહ દિવસ જેવા ઘણા દિવસોની ઉજવણી પણ કરે છે. વિવિધ સ્પર્ધા સાથે જંગલમાં પ્રકૃતિ શિબિર પણ યોજાઇ છે. આવી પ્રવૃતિનો મુખ્ય ઉદ્દેશ છાત્રોમાં પર્યાવરણ પ્રત્યે લગાવ થાય, જાગૃતિ આવે અને ભવિષ્યમાં કોઇ પ્રશ્ર્ન ઉદભવે તો આ એક છાત્ર શકિત સંગઠન રૂપે મદદ કરી શકે છે.
ઇકો કલબનું ફંડ ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તરફથી અપાય છે. અત્યારે આપણા રાજયમાં 16000 શાળા અને ર00 કોલેજો ઇકો કલબથી જોડાય ગઇ છે. શાળામાં વૃક્ષોનો ઉછેર અને તેની નર્સરી બનાવવી, આયુર્વેદીક ગાર્ડન, કિચન ગાર્ડન, બટર ફલાય ગાર્ડન પણ શાળામાં બનાવે છે. છાત્રોને શિક્ષણ સાથે આવી પ્રવૃતિથી પ્રેમ, હુંફ, લાગણી, કરૂણા જેવા વિવિધ ગુણો શિખવા મળે છે.
સ્વચ્છતા ની સમજ સાથે શાળામાં ગામમાં સફાઇ અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરવાનું મહત્વનું કામ છાત્રો કરે છે. આવા કાર્યક્રમો બહુ જુજ થતાં હોવાથી હવે નકકર કાર્ય માટે સઘન આયોજનની જરુર છે. વેકેશનના ગાળામાં કે રજાના દિવસોમાં આ એક ઘ્યેય સાથેની પ્રવૃતિ કરાવવાથી લોક શિક્ષણ વધશે અને મોટો માસ જોડાતા ધાર્યા પરિણામો મળશે.
અમુક શાળામાં સુકા પાંદડામાંથી ખાતર બનાવીને શાળાને હરિયાળી બનાવી છે. વિવિધ વૃક્ષો, પશુ-પંખીની જાણકારી બાળકોને આપવી જોઇએ જેથી તે તેનો ઉપયોગ સમજશે અને તેનું જતન કરશે. આપણે સૌ એક પર્યાવરણનો ભાગ છીએ તેથી તેના પરત્વે દ્રષ્ટિ કોણમાં ફેરફાર લાવવાથી ઘણા પ્રશ્ર્નો હલ થઇ જશે. આપણે સૌ આપણા વિસ્તાર ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુન: ઉપયોગથી કુદરતી સ્ત્રોતનું જતન કરીએ એ ખુબ જ જરુરી છે.
આપણા દેશમાં રાતોરાત આ ફેરફાર શકય ન હોવાથી બાળકોને જોડીને આપણી ભાવી પેઢીના અભિગમમાં ફેરફાર લાવી શકીએ છીએ. બાળકો નિર્દોષ હોવાથી તેના મગજમાં આ વિચારો સહેલાયથી રેડી શકાતા હોવાથી ઇકો કલબની અગત્યતા વધી જાય છે. બાળક સમજશે તો તે તેના પરિવારને મિત્ર ગ્રુપમાં સમજાવશે આજની આ સમસ્યામાં યુવા વર્ગ સૌથી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શકે છે.
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણ સુધારણા અને રક્ષણ કરવા માટે જરુરી પગલા લેવા દેશની તમામ શાળામાં ઇકો કલબ સ્થાપવી ફરજીયાત જરુરી છે. ઇોક લોજીનો સાદો અર્થ પરિસ્થિતિકીય વિજ્ઞાન થાય. કુદરતમાં સજીવોનો એક બીજા વચ્ચેના સંબંધો અને તેમના તેની આસપાસના ભૌતિક ઘટકો વચ્ચેના આંતર સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ લક્ષ્ણને પાર પાડવા વિદ્યાર્થીઓ પ્રકૃત્તિ, વન, વન્ય જીવ, જૈવ વૈવિઘ્ય અને પર્યાવરણના અન્ય ઘટકોના સંરક્ષણ અંગે જાગૃત બની લોકોને જાણકારી પુરી પાડે તેવો છે.
હાલ આપણા ગુજરાતમાં દરેક જીલ્લામાં પ00 ની એવરેજ થી 16 હજારથી વધુ ઇકો કલબ કાર્યરત છે. આ કલબમાં શિક્ષકની ભૂમિકા ચાવી રુપ હોવાથી રસવાળા શિક્ષકો લેવા જરુરી છે. ભવિષ્યમાં ઉભી થનારી પર્યાવરણની સમસ્યાઓમાં આ કલબના માઘ્યોમોથી હલ કાઢવા છાત્રોને સક્ષમ બનાવવા જરુરી છે. આ યોજના થકી પર્યાવરણ અને વિકાસની બાબતોમાં છાત્રોને સાંકળીને ઉચિત નિર્ણય લેવાની ટેવ પાડવા જેવા સક્ષમ બનાવવા છે.
આજનો દરેક નાગરીક પોતે જ પોતાના આસપાસના પર્યાવરણ માટે જવાબદાર છે તે વાત વિઘાર્થીને સમજાવી પડે દરેક વિઘાર્થીને શિક્ષકે તંત્રના વિવિધ ઘટકો, જૈવિક વિવિધતા, અને તેના પારસ્પરીક આધારની ભૂમિકા અંગે જાણકારી છાત્રોને આપવી.
ઇકો કલબના માઘ્યમથી સમાજને સહાયરૂપ કાર્ય
- પ્લાસ્ટીક નિષેધ જનજાગૃતિ લાવવી
- ઘરના કચરાનો નિકાલ
- દવાખાનાના કચરાનો નિકાલ
- પાણીની અછત નિવારણની કામગીરી
- પ્રદુષણ અટકાવવામાં સક્રિય ભાગીદારી
- નાગરીક સુવિધા પુરી પાડવામાં સહયોગ
- શાળા, ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ અને શહેરી વનીકરણ
- પાણીનો બગાડ અટકાવવા જાગૃતિ
- જાહેર બાગ-બગીચાની જાળવણી
- જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવી
- લોકોમાં પર્યાવરણ સુધારાનો મૈત્રી ભર્યો અભિગમ, વલણ અને અભિરૂચિ કેળવવી
- વન અને વન્ય જીવોનું સંરક્ષણ
- પ્રકૃતિ,પરિસર તંત્ર,જૈવિક વિવિધતાઓની અગત્યતાની જાણકારી-લોકજાગૃતિ કેળવવી