લોકસભાની ચૂંટણી પૂર્વે અલગ અલગ જિલ્લાઓમાં ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ કાલે રાજકોટમાં કાર્યકરો અને સંઘના હોદ્ેદારો સાથે બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મૂલાકાતે આવશે તેઓ સવારે 9 કલાકે શહેરના સુપ્રસિધ્ધ બાલાજી મંદિર ખાતેથી પવિત્ર તિર્થધામો ખાતે ભાજપના સફાઈ અભિયાનનો આરંભ કરાવશે ત્યારબાદ ભાજપના કાર્યકરો સંઘના હોદેદારો સાથે વન ટુ વન બેઠક કરશે જિલ્લા વહિવટી તંત્ર સાથે બેઠક કરશે રાત્રી રોકાણ પણ રાજકોટ ખાતે કરે તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન આજે મુખ્યમંત્રી મોરબીની મૂલાકાતે છે તેઓ મોરબીમાં દિવસ દરમિયાન અલગઅલગ પાંચ બેઠકોમાં હાજરી આપશે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે મુખ્યમંત્રી દ્વારા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત તમામ 33 જિલ્લામાં પ્રવાસ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે રાજકોટ જીલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે વન બાય વન બેઠકો યોજીને બૃહદ બેઠકો યોજશે.
મુખ્યમંત્રી કાલે સવારે 10 કલાકે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ રાજકોટ ખાતે પહોંચશે. જેમાં રાજકોટ જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે ત્યારબાદ જન પ્રતિનિધિ સાથે બેઠક, પારિવારિક, જિલ્લા સંકલન બેઠક, સંઘ સાથે બેઠકો યોજીને આવનારી 2024ની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સફળતાના 100 દિવસ પૂર્ણ કર્યા છે. જેના અવસરે સો દિવસમાં કરેલા વિકાસ કાર્યો પ્રજા સુધી લઈ જઈ ભાજપના પ્રત્યેક કાર્યકર જન-જન સુધી પહોંચીને વિકાસ કાર્યોની જાણ કરશે સરકારે જે બોલ્યું છે તે પાળ્યું છે. વિકાસનો વચનો આપેલા તે સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં ભૂમિ પૂજન કરે છે તેનું ઉદ્ઘાટન ભાજપ સરકાર જ કરે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના પ્રવાસે પ્રથમવાર આવી રહ્યા હોય ભાજપના પ્રત્યેક કાર્યકરઓમાં સત્કારવા માટે ઉત્સાહ છવાયો છે. ઉપરોક્ત કાર્યક્રમના સંદર્ભે વિવિધ વ્યવસ્થાના ઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે. જેમાં, સ્ટેજ સુશોભન વ્યવસ્થાના ઇન્ચાર્જ કનકસિંહ ઝાલા, અસલમભાઈ મલેક, પીયુષભાઈ, પુષ્પાભાઈ રાઠોડ, ભોજન વ્યવસ્થામાં પ્રાગજીભાઈ કાકડિયા, વિજયભાઈ ગમારા, સુશોભન વ્યવસ્થામાં સતીશભાઈ શિંગાળા, રવિભાઈ માંકડિયા, મીડિયા વ્યવસ્થા અરુણભાઈ નિર્મળ, જયેશભાઈ પંડ્યા, રજીસ્ટ્રેશનમાં અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા, કાઉન્ટર વ્યવસ્થા, માઇક વ્યવસ્થા વિનોદભાઈ દક્ષિણી, સ્વાગત વ્યવસ્થા સીમાબેન જોશી, પ્રવેશકાર્ડ બીપીનભાઈ સાવલિયા, નીલેશભાઈ દોશી, રાજુભાઈ ધારૈયા સહીતના કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળશે.