પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનને પીએમ ખુલ્લુ મુકશે: સૌરાષ્ટ્ર-તમિલ સંગમના કાર્યક્રમના સમાપન સમારોહમાં પણ માસાંતે માદરે વતન આવે તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 1રમી મેના ના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાના વાવડ મળી રહ્યા છે. તેઓના હસ્તે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનને ખુલ્લો મુકશે. પી.એમ. અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ થાય તેવી સંભાવના જણાય રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીગત 17મી એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા તેઓ સોમનાથ ખાતેથી સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમોનો શુભારંભ કરાવવાના હતા પરંતુ તેઓને ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. હવે પી.એમ. આગામી 1રમી મેના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની માહીતી વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે. હાલ પી.એમ.નો માત્ર એક જ કાર્યક્રમ ફાઇનલ થયો છે.
પ્રાથમિક શિક્ષણ સેલના અધિવેશનને ખુલ્લુ મુકશે. વડાપ્રધાનના અન્ય કાર્યક્રમો પણ ગોઠવાઇ તેવી શકયતા નકારી શકાતી નથી. આગામી 30મીએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું સમાપન થવાનું છે. આ કાર્યક્રમના ઉદઘાટન વડાપ્રધાન હાજર રહી શકયા ન હતા. હવે સમાપન સમારોહમાં ઉ5સ્થિત રહે તેવી શકયતા હાલ વર્તાય રહી છે.
આગામી ર4મી એપ્રિલના રોજ પ્રધાન મંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે.