આજ રોજ શુક્રવારથી વૈશાખ માસનો પ્રારંભ થઇ રહ્યો છે બે ગ્રહણ વચ્ચેનો સમય હોવાથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને કેટલીક કુદરતી આપદાઓ સામે સતર્ક રહેવું પડે. આવતીકાલ શનિવારના રોજ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા છે અને ભગવાન પરશુરામ જયંતિ છે સાથે સાથે ગુરુ મહારાજ મેષ રાશિમાં પ્રવેશી રહ્યા છે જ્યાં રાહુ સાથે તેઓ ચાંડાલ યોગમાં આવશે વળી રવિવારે બુધ અસ્તના થઇ રહ્યા છે જેની માઠી અસર શેરબજાર, બેંકો,આયાત નિકાસ અને વ્યાપાર પર જોવા મળશે.
ચાંડાલ યોગ વિષે અગાઉ લખી ચુક્યો છું અને આગામી દિવસોમાં રાજકીય રીતે અનેક ઉઠાપટક નજીકના સમયમાં જ જોવા મળશે વળી ધાર્મિક વિવાદો પણ આ સમયમાં વિશેષ જોવા મળશે તથા જાહેરજીવનની ભાષામાં વધુ સખ્તાઈ આવતી અને વિવાદો આવતા જોવા મળશે. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિનું આપણે ત્યાં વિશેષ મહત્વ છે અને આ દિવસ અતિ શુભ માનવામાં આવે છે.ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા.
ભગવાન શિવે તેમની સાધના થી પ્રસન્ન થઇ પરશુ આપ્યું હતું માટે તેઓ પરશુરામ નામ થી ઓળખાયા. માતા પિતાની સેવામાં લિન પરશુરામનું અવતાર કાર્ય કરાવવામાં પણ માતા અને પિતા નિમિત્ત બન્યા હતા અને તેમણે તેમના અવતાર કાર્યમાં નીડરતા, શૌર્ય અને કૌશલ્યની પ્રધાનતા સમજાવી તથા સમાજના અન્યાયો સામે લડવાની પ્રેરણા આપી. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ શુભ ઉર્જાથી ભરેલો દિવસ હોય નવી શરૂઆત માટે નવા સાહસ માટે શુભ ગણવામાં આવે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨