આદિપુરના જીમમાં રિસેપ્શનિસ્ટ  યુવતી અને પૂર્વ કર્મચારીએ ગ્રાહકો પાસેથી ફી વસુલ કરી બોગસ રસીદ ધાબડી કૌભાંડ આચર્યુ

જીમનો ક્યુઆર કોર્ડ છુપાવી પોતાના ક્યુઆર કોર્ડમાં મેમ્બરની ફી જમા લઇ વિશ્વાસઘાત કર્યો

ગુજરાત પ્રદેશ પૂર્વ મહિલા અગ્રણી અને કચ્છમાં મોટા ગજાના ઉદ્યોગપતિ તુલશી સુજાનના આદિપુર ખાતેના ઇટસ માય જીમમાં પાંચ વર્ષથી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી અને પૂર્વ કર્મચારીએ સાથે મળી જીમનો કયુઆર કોર્ડ છુપાવી પોતાના કયુઆર કોર્ડમાં જીમના મેમ્બરની ફરી જમા લઇ મેમ્બરને બોગસ રસીદ ધાબડી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રુા.15.11 લાખની છેતરપિંડી કર્યાની આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કેરેલીયન અને વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા ગુજરાત પ્રદેસના પૂર્વ મહિલા અગ્રણી તુલશી સુજનનંદ મલયાલીએ તેમના જીમમા નોકરી કરતી મેઘપર બોરીચીના સંસ્કારનગરમાં રહેતી પ્રિતિ લલતિ મિશ્રા અને ગાંધીધામના ભારતનગરમાં રહેતા રાહુલ રાજકુમાર ઠાકુર સામે રુા.15.11 લાખની છેતરપિંડી કર્યાની આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા અગ્રણી તુલશી સુજાનનંદન મલયાલીના આદિપુર ખાતે આવેલા ઇટસ માય જીમમાં છેલ્લા પાંચ વર્ષથી રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી પ્રિતિ મિશ્રા અને જીમાના ટ્રેનીરની નોકરીમાંથી છુટા કરાયાએલા રાહુલ ઠાકુરે એક સંપ કરી જીમના મેમ્બર પાસેથી કયુઆર કોર્ડથી ચુકવવામાં આવતી ફીની રકમ પોતાના કયુઆર કોર્ડમાં જમા લઇ લેતા તેમજ કેટલાક મેમ્બર દ્વારા ચેકથી ચુકવવામાં આવેલી રકમ પણ પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા લઇ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રુા.15.11 લાખની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પ્રિતી મિશ્રા અને રાહુલ ઠાકુર જીમના મેમ્બર પાસેથી ફી વસુલ કરી તેઓને બોગસ રસીદ ધાબડતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આદિપુર પોલીસે તુલશી સુજાનની ફરિયાદ પરથી પ્રિતી મિશ્રા અને રાહુલ ઠાકુર સામે બોગસ રસીદનો ખરા તરીકે ઉપયોગ કરી  જીમના મેમ્બરની છેલ્લા ત્રણ વર્ષની ફીના રુા.15.11 લાખ બારોબાર ચાઉ કરી ગયાનો ગુનો નોંધી પી.આઇ. બી.વી.ચુડાસમા સહિતના સ્ટાફે બંનેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.