ચાંડાલ યોગ આવતા સાથે જ શિક્ષણ પદ્ધતિ અને ડિગ્રી પર વિવાદ શરુ થઇ ચુક્યો છે અને બ્લૂમબર્ગ અહેવાલમાં ભારતીય શિક્ષણ અને ડિગ્રી વિષે પાયાના સવાલ ઉઠાવવામાં આવ્યા છે છેલ્લા થોડા વર્ષોથી ભારતનું યુવા બુદ્ધિધન રીતસર વિદેશ માટે દોટ મૂકી રહ્યું છે ત્યારે તેમને સલાહ આપવાના બદલે આપણે ક્યાં ચુકી ગયા છીએ તે જોવું જરૂરી છે જો સમય રહેતા યોગ્ય શિક્ષણ અને રોજગારનો સમન્વય નહિ કરવામાં આવે તો ભારત ધીમે ધીમે વૃદ્ધોનો દેશ બનતો જશે અને ભારતનું યુવાધન વિદેશનું નાગરિકત્વ સ્વીકારી લેશે.
આ વાત ઘણા સમયથી હું અત્રે લખતો આવ્યો છું અને ચાંડાલ યોગ પહેલા પણ અત્રે લખી ચુક્યો છું જેનું સમર્થન બ્લૂમબર્ગ અહેવાલમાં થઇ રહ્યું છે વળી હાલના સમયમાં રાજકીય ઉઠાપટક શરુ થશે તે પણ અત્રે લખેલું જે અનેક પ્રદેશો માં જોવા મળશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડ બાબત પણ હલચલ જોવા મળશે વળી આજ રોજ થવા જઈ રહેલ ખગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું નથી. આ ગ્રહણ સવારે ૭,૦૪ થી બપોરે ૧૨.૨૯ વચ્ચે થનાર છે અને આ દરમિયાન ઇષ્ટદેવની સાધના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે ખાસ કરીને જે મિત્રોની કુંડળીમાં ગ્રહણ યોગ હોય તેઓ આ સમયનો પૂરતો લાભ લઇ શકે છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨