શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સાગરભાઇ ચતુરભાઈ ડોડીયા નામના યુવાનને તેના બનેવી કરણ નીતિન મકવાણા સહિત ચાર શખ્સે ઘરમાં ઘુસી માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વિગતો મુજબ સાગરભાઇએ જણાવ્યું હતું કે તેની સગી બહેને આરોપી કરણ સાથે આજથી બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે તેઓને બોલાચાલી થઈ હતી જેથી તે બાબતનો ખાર રાખી ગઈકાલે કરણ,નિતીન મકવાણા,વિપુલ ધમાએ સાગરના ઘરમાં ઘૂસી તેને ધોકા વડે માર મારી તેના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી.જેમાં તેને ઈજા પોહચી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ યુનિવર્સિટી પોલીસે સાગરની ફરિયાદ પરથી ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, મધ્યમ દિવસ.
- પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ લાવવા રાજ્યભરમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું-2025”
- તુલસી પાસે ગરોળી હોવું જીવન માટે શુભ કે અશુભ?
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 લાઇવ અપડેટ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- Lava એ લોન્ચ કરી તેની ન્યુ સ્માર્ટવોચ…
- શું તમે પણ એક iphone લવર છો તો આ તમારા માટે…