પરિણીતાના પરિવારજનો ધોકા અને પથ્થર વડે તૂટી પડ્યા: મહિલા સહિત પાચ સામે નોંધાતો ગુનો
શહેરમાં આંબેડકર નગરમાં રિસામણે રહેલી ભાભીને મનાવવા જતા ભોજાઈના ભાઈ સહિતનાઓએ નણંદ સહિતના પરિવારજનો પર હુમલો કર્યો હતો. ભાભીના પરિવારજનો સહિતનાઓએ પથ્થર અને ધોકા વડે હુમલો કરતા નણંદને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની નોંધ કરી મહિલા સહિત પાચ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના આંબેડકર નગર -10માં રહેતા હર્ષાબેન પ્રવીણભાઈ લુણસિયા નામના 41 વર્ષના મહિલાને તેના ભાભી ધારાબેનના ભાઈ ભાવેશ રાજેશ વાઘેલા, સીમરન, બિપીન અને અજાણ્યા બે શખ્સોએ હુમલો કરતા હર્ષાબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે હર્ષાબેને માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના ભાભી ધારાબેન એકાદ વર્ષથી રિસામણે હોય જેથી હર્ષાબેન, બહેન મીનાક્ષી બેન અને માતા રમાબેન ભાભીને મનાવવા આંબેડકરનગર -2માં ગયા હતા. જ્યાં પોચતા ધારા બેનના ભાઈ સહિતના પરિવારજનો પથ્થર અને ધોકા વડે તૂટી પડ્યા હતા. પોલીસે મહિલા સહિત પાચ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.