હુબલી – ધારવડ મત વિસ્તારમાં ગામે ગામ સભાઓ ગજવી
ભાજપની વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લીધો
વિધાનસભા-68, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડ હાલ કર્ણાટક રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત ઉદય કાનગડ કર્ણાટક ખાતે ચૂંટણીલક્ષ્ાી પ્રવાસ અંતર્ગત હુબલી-ધારવડ ખાતે ધારવાડ જીલ્લાની કલઘટગી વિધાનસભાના ઉમેદવાર નાગરાજ છબ્બીજી સાથે ભાજપની વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લઈ બુથ બેઠકો, બુથ પ્રમુખ સાથે બેઠક, શક્તિકેન્દ્ર પ્રમુખ સાથે બેઠક, ગામના આગેવાનો સાથે બેઠક, પિરચય બેઠક, જુથ બેઠકો, વિવિધ સામાજિક અગ્રણીઓ સાથે બેઠકોમાં ભાગ લઈ રહયા છે.
ત્યારે ઉદય કાનગડએ કર્ણાટક ખાતે ધારવાડ જીલ્લાના કલઘટગી વિધાનસભા બેઠકમાં સભા સંબોધન કરતા જણાવ્યું હતું કે જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાલ ઉપાધ્યાયથી શરૂ કરી ભાજપના પ્રથમ અધ્યક્ષ્ા અટલબીહારી બાજપાયીજી જેવા અનેકાનેક ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પુર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પણ કરી અનેક યાતનાઓ ભોગવી અવિરત સંઘર્ષ અને અનેક આંદોલનો ધ્વારા 11 કાર્યર્ક્તાથી સ્થાપના કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ્ા જે.પી.નડૃાના નેતૃૃત્વમાં 17 કરોડ થી વધુ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તેના આપણે કાર્યર્ક્તા છીએ, તેનું આપણને ગૌરવ છે.
ભારતના સર્વાગિ વિકાસની સાથે વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધી રહયું છે. ત્યારે આવા સમયે ભાજપને બદનામ કરવા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દેશમાં અનેક અલગતાવાદી પરીબળો સાથે મળી જ્ઞાતિવાદ, કોમવાદ, નક્સલવાદ અને આતંક્વાદ જેવા મુદૃાઓને જોરશોરથી ઉતેજન આપી રહયા છે.ત્યારે સતાલોલુપ માનસિક્તા ધરાવનારા લોકો ભાજપનો વિરોધ કરે ત્યા સુધી સમજી શકાય પરંતુ વંદે માતરમ અને ભારત માતા કી જય નો પણ વિરોધ કરીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દેશવિરોધી તાકાતોને બળ આપી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ, સામાજીક સમરસતા, લોક્તંત્રમાં અતૂટ વિશ્ર્વાસ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારીત રાજનિતીને લક્ષ્ા માં રાખી લોકોની વચ્ચે કાર્યરત છે.
આ તકે ઉદય કાનગડએ કર્ણાટકના ધારવાડ જીલ્લાના અલ્નાવર ખાતે ગુજરાતી કચ્છી વેપારી મિત્રોની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ કલઘટગી વિધાનસભાના બેઠકના દાવેદારો સાથે સંસદીય બાબતો- ખાણ અને કોલસા વિભાગના કેબીનેટ મંત્રી પ્રહલાદજી જોષી સાથે બેઠક યોજી ભાજપના ઉમેદવાર નાગરાજ છબ્બી તેમજ પ્રભારી ઈનારા જાદીજી પણ જોડાયા હતા. અને આ પ્રચાર-પ્રસાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ર્ચિત કરવાનો નિર્ધાર વ્યક્ત ર્ક્યો હતો.