પ્રેમ લગ્ન કરનાર દંપતિ 1 માસ પૂર્વે ભાડે રહેવા આવ્યું ‘તુ: કારણ અકબંધ
કેશોદ ની જૂની બજાર માં આવેલા જવાહર ચોક પાસે રહેણાંક મકાનમાં ગતરાત્રે કોઈપણ કારણોસર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં દરવાજો બંધ કરી બંન્નેએ આપધાત કરી બે વર્ષનાં બાળકની સામે જ મોતને વ્હાલું કર્યું છે. કેશોદના કપીલભારથી બાપુ પાસે દંપતી પચ્ચીસેક દિવસ પહેલાં આવ્યાં હતાં અને મકાન ભાડે આપવા કહેતાં દંપતી મુશ્કેલી માં હોય માનવતાની રુએ મફત રહેવા આપેલ તદ્ ઉપરાંત આડોસી પાડોશી ને ભલામણ કરી મદદરૂપ થવા કહેલ હતું.
આજે સવારે ચહલપહલ જોવા ન મળી આવતાં દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો હતો ત્યારે ન ખુલતાં અંદર માલસામાન વેરવિખેર પડેલ હોય દંપતી શંકાસ્પદ હાલતમાં પડેલા હોય કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા કેશોદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. પ્રાથમિક તપાસમાં પતિ પત્ની એ પ્રેમ લગ્ન કર્યા હતાં અને દોલતપરા જુનાગઢ નાં રહીશ છે યુવાન નું નામ અમૃતભાઈ નારણભાઈ સીગરખીયા અને યુવતીનું નામ પુજા હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસ દ્વારા દરવાજો તોડી તપાસ કરતાં દંપતી મૃત્યુ પામ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર પડેલ હતો જેમાં બ્લેડ અને ઝેરી પદાર્થ નાં પાઉચ મળી આવ્યાં છે.
કેશોદ પોલીસ દ્વારા દંપતી નાં મૃતદેહ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. કેશોદના જુના ગામતળ વિસ્તારમાં બનેલી ઘટના થી આસપાસના રહીશો એકઠાં થઈ ગયાં હતાં.
મેડિકલ ઓફિસર દ્વારા પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુ નું કારણ જાણી શકાશે અને દંપતી આર્થિક સંકડામણ નાં કારણે કે અન્ય પારિવારિક સમસ્યાઓ ને કારણે મોતને વ્હાલું કર્યું છે એ પોલીસ તપાસમાં બહાર આવશે. કેશોદ પોલીસ દ્વારા મૃતક પતિ પત્ની નાં સંબંધિતોને જાણ કરી હતી અને પરિવાર તાત્કાલિક કેશોદ દોડી આવ્યો હતો .મૃતક નો પરિવાર નાનો હોય ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના ના કાર્યકર્તા ઓએ પરિવાર ને સપોર્ટ કરી દંપતી ને અગ્નિદાહ કેશોદ સ્મશાન ખાતે આપવામાં આવ્યો હતો.આગળ ની તપાસ કેશોદ પોલીસે હાથ ધરી હતી