ગોંડલ શહેર માં જીઓ નેટવર્ક ના ટાવરો બંધ થતા નેટવર્ક ખોરવાયુ હતુ જેને પગલે શહેરભર ના અંદાજે પાંત્રીસહજાર ગ્રાહકો ની હાલત કફોડી બની હતી. જીઓ ના મોબાઈલ ધારકો ના નેટવર્ક ગુલ થયા જીઓ સ્ટોર માં ગ્રાહકો એ હલ્લો બોલાવ્યો હતો જેને પગલે કેર સંચાલકો અને ગ્રાહકો વચ્ચે ઉગ્ર જીભાજોડી થવા પામી હતી. આખરે કંટાળેલા સંચાલકો કેર સેન્ટર ને તાળા દઇ ચાલ્યા ગયા હતા.આખરે આગેવાનો એ જીઓ ના ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરી પરિસ્થિતિ જણાવતા અંતે જીઓ નેટવર્ક પૂર્વવત બન્યુ
પ્રાપ્તવિગત મુજબ સવારે દશ કલાકે જીઓ નેટવર્ક ખોરવતા હજારો ગ્રાહકો ના મોબાઈલ ઠપ્પ થયા હતા. જીઓ નુ કાર્ડ ધરાવતા ગ્રાહકો સંપર્ક વિહોણા બન્યા હતા.વોટસપ, ફેસબુક ઇમેલ સહિત ની સેવાઓ ખોરવાઈ હતી.લોકો ગુલમહોર રોડ પર આવેલી જીઓ કેર સેન્ટર ની ઓફિસે દોડી ઉઠ્યા હતા.લોકો ના દેકારા થી સંચાલકો એ કંટાળી સેન્ટર બંધ કરી દીધુ હતુ.
દરમિયાન નગર પાલીકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ને જાણ થતા તેમણે ધારાસભ્ય ગીતાબા જાડેજા,સાંસદ રમેશભાઈ ધડુક તથા પ્રાંત અધિકારી આલ ને પરીસ્થીતી થી વાકેફ કરતા તેઓએ જીઓ ના ગુજરાત અધિકારીઓ ને રજુઆત કરતા અંતે દશ કલાક બાદ જીઓ નેટવર્ક સુવિધા પુર્વવત થતા ગ્રાહકો એ હાશકારો અનુભવ્યો હતો.