કોંગ્રેસના નેતા ગુજરાત આવીને માત્રને માત્ર ગુજરાત તેમજ ગુજરાતીઓને બદનામ કરે છે
કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ ભાજપા મીડિયા સેન્ટર ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિકાસનું એન્જીન ગણાવ્યું હતું. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં રૂપાલાજીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી સમયે જ કોંગ્રેસને ગુજરાત યાદ આવે છે. તીડની જેમ ઉતરી પડેલા કોંગી નેતાઓ ગુજરાત આવીને માત્રને માત્ર ગુજરાત તેમજ ગુજરાતીઓને બદનામ કરે છે. ત્યારે, મારે તેમને પૂછવું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાને ૧૦ વર્ષ સુધી કેમ મંજૂરી ન આપી ? કોંગ્રેસના નેતાઓ આ અંગે તેમનું મૌન ખોલીને તેનો સચોટ જવાબ ગુજરાતની જનતાને આપે તેવી માંગણી રૂપાલાએ કરી હતી.
ગુજરાતના વાર્ષિક ૧,૭૧,૦૭૩ કરોડના વાર્ષિક બજેટ વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, કોગ્રેસના શાસનમાં ગુજરાતનું બજેટ માત્ર ૧૦ હજાર કરોડ હતું, અત્યારે એક-એક યોજના પર ગુજરાત ૧૦ હજાર કરોડી વધુ ખર્ચ કરી રહી છે. ગુજરાતનું આટલું મોટું બજેટ જોઇને કોંગી નેતાઓની લાળ ટપકે છે. ૨૦૦૨માં કુદરતી પ્રકોપ, ભૂકંપના કારણે કચ્છ તહેસનહેસ ઇ ગયું હતું. ભાજપાએ એવી આફતોમાંી અવસર પેદા કરીને કચ્છને બેઠું કર્યુ છે.
૧૦ હજાર રૂપિયે વિઘો વેચાતી કચ્છની જમીન આજે ૧૦ લાખ રૂપિયે વિઘો વેચવા અમારા કચ્છીભાઇઓ આજે તૈયાર ની. કોંગી નેતાઓ ગુજરાતમાં આવીને ગુજરાતને જ વગોવીને મતોનું રાજકારણ કરે છે, એ જ કોંગ્રેસનું ચારિત્ર્ય છે. ગુજરાતની જનતા આવી ઢોંગી કોંગ્રેસને સારી રીતે ઓળખી ચૂકી છે.
ખેડૂતોની આવકને ૨૦૨૨ સુધી બમણી કરવાનું બીડુ જ્યારે ભાજપાએ ઝડપ્યુ છે ત્યારે મારે કોંગ્રેસને કહેવું છે કે, ખેડૂતલક્ષી ૯૯ યોજનાઓ જે કોંગ્રેસના શાસનમાં ૦૫ વર્ષી ૨૫ વર્ષના વિલંબમાં ચાલતી હતી તેને પુરી કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૫૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરી ૨૨ જેટલી યોજનાઓને પૂર્ણ કરી દીધી છે. ૧.૫ લાખ ટન તુવેર દાળ અને ૨ લાખ ટન મગફળી ગુજરાતની રાજ્ય સરકારે ગત વર્ષે ટેકાના ભાવે ખરીદીને આ સદાય કિસાનનું હિત સાચવતી ભાજપા સરકાર ખેડૂતની પડખે ઉભી છે અને આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૯૦૦ રૂપિયે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રો ખોલી દીધા છે. રૂપાલાજીએ કોંગ્રેસના સીધી લીટીના વારસદારોના વંશવાદની વિરૂધ્ધમાં ભાજપાના વિકાસવાદ ઉપર ગુજરાતમાં ભાજપા ૧૫૦ ી વધુ બેઠકો મેળવીને પ્રજાના સેવાયજ્ઞમાં આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, બીનપાયાદાર આક્ષેપો કોંગ્રેસ કિસાનને જોડીને કરી રહી છે, હાર્દિક અને કોંગ્રેસે ગુજરાતના પાટીદાર સમાજને સ્પષ્ટતા કરવી જોઇએ કે શું પાટીદારોને ઓબીસીમાં સમાવાશે ?