મહત્વની વ્યક્તિઓની સુરક્ષા મામલે પ્રશ્નો ખડા થઇ રહ્યા છે અને પ્રયાગરાજમાં એક પછી એક દિલધડક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને અત્રે લખ્યા મુજબ તેના પર વિવાદ પણ શરુ થઇ ચુક્યો છે વળી અત્રે લખ્યા પ્રમાણે એક પછી એક લઠ્ઠાકાંડ પણ બહાર આવી રહ્યા છે આગજની અને અકસ્માતની શૃંખલા પણ શરુ થઇ જવા પામી છે
આગામી દિવસોમાં ચાંડાલ યોગ અને બે ગ્રહણ હોવાથી ઘટનાક્રમમાં તેજી આવી છે.આવતીકાલે બુધવારે અમાસ આવતી હોય બુધ અમાવાસ્યા બને છે અને ગુરુવારે ૨૦ એપ્રિલ પર અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં ખગ્રાસ સૂર્ય ગ્રહણ થઇ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી પરંતુ વિશ્વ પર તેની અસરો જોવા મળશે અને અત્યારે પણ અનેક ક્ષેત્રોમાં તેની અસર જોવા મળી રહી છે.
સૂર્ય ગ્રહણ પર મેષ રાશિમાં ચાર ગ્રહોની યુતિ થશે, ઉચ્ચના સૂર્ય સાથે રાહુ બુધ અને ચંદ્ર યુતિમાં આવશે. રાશિ મુજબ આ ગ્રહણ વૃષભ રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિ પર વિશેષ અસર કરતું જોવા મળશે. ગ્રહણ આવતું હોય પૂજા પાઠ દાન ધર્મ વધારવા જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ તથા સત્કર્મ કરવાથી આ સમય શુભ પરિણામ આપનાર બને છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–