સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો
દેશના યશસ્વી અને કર્મઠ પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી ની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરતો ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય કાર્યક્રમ આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ કાર્યક્રમ તારીખ 17 થી 30 એપ્રિલ સુધી યોજનાર છે. આ કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી અને વરિષ્ઠનેતા રાજનાથસિંહ અને રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ તેલંગણાના રાજયપાલ ડો.તમિલિસાઇ સોદરરાજન, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, સાંસદઓ પૂનમબેન માંડમ, રાજેશભાઇ ચુડાસમા, રામભાઇ મોકરિયા રાજયનામંત્રી રૂષીકેષભાઇ પટેલ, મૂળુભાઇ બેરા,ધારાસભ્ય ભગાભાઇ બારડ, પદ્યુમનભાઇ વાંજા, કાળુભાઇ રાઠોડ,સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરીજી, સ્ટેટ ક્ધવીનર સૌરાષ્ટ્ર તમિલ સંઘના શ્રીમતી એ.આર મહાલક્ષ્મી સહિત આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી અને વરિષ્ઠનેતા રાજનાથસિંહ સંબોધન કરતા જણાવ્યું કે, આજે આ કાર્યક્રમ થકી વિશ્વના સૌ પ્રથમ જ્યોતિલિંગમાં એકત્ર થવાનું અને ભારતની સાંસ્કૃતિક એકતાને દર્શવાતી ક્ષણનું સાક્ષી બનાવાનું સૌભાગ્ય મળ્યું છે. આજનો આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને તમિલ લોકોનુ ન માત્ર મિલન પરંતુ ભારતની સાસ્કૃતિક વૈભવનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ આપણને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે તે મંત્રને સાર્થક કરવા સૌરાષ્ટના એવા લોકો જેઓ વર્ષો પહેલા તમિલનાડુમા સ્થાયી થયા છે તેઓ આજે સોમનાથ દાદાને નમન કરવા આવ્યા છે. સોરાષ્ટ્ર ને સુરાષ્ટ્ર બનવામાં અંહીના લોકોએ સખત મહેનત કરી છે.
જયારે દુનિયાના દેશોમાં યહુદીઓ અને પારસીઓને હેરાન કરવામાં આવ્યા ત્યારે તેમને શાંતીભરી જીંદગી જીવવા આ દુનિયામાં કોઇ સહારો આપ્યો હોય તો તે માત્ર ભારતે આપ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્ર્ ભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતે આર્થિક રીતે તેમજ સામાજીક વિકાસ કર્યો છે. સૌરાષ્ર્તના લોકોએ શ્રી કૃષ્ણ ભગવાનને ભજવાની પરંપરા ક્યારેય છોડી નથી અને મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. રામેશ્વરથી લાવવામા આવેલ જળથી ભગવાન સોમનાથનું જળાઅભિષેક કરવામાં આવે તેનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાકાર થતો દેખાય છે. આજકલ અંખડ,અતૂટ,બેજોડ ભારતને જોડવાનું આજકાલ ફેશન બનવામાં આવી છે. જે લોકો કશુ નથી કરી શકતા તે આજે ભારતને જોડવા નિકળ્યા છે.
વડાપ્રધાને દેશને સમૃદ્ધ રાષ્ટ્ર , વિકસિત ભારત બનાવવાનું સપનું જોયુ છે સૌ સાથે મળી કામ કરે તે ખૂબ જરૂરી: ડો.મનસુખભાઇ માંડવીયા
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સુષ્ટિનું પ્રથમ જ્યોતિલિંગ પ્રભુ સોમદેવ દ્વારા સ્થાપિત જ્યોતિલિંગ અંહી બિરાજમાન છે. આ પ્રભાસની ધરતી સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહી છે. સોરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમમાં તમિલનાડુથી આવેલા તમામ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના તમિલલોકો અને તેમની સાથે આવેલા દરેક તમિલી મહેમાનોનું સ્વાગત કરુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને સમૃદ્ધ રાષ્ટ્ર , વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન જોયુ છે ત્યારે સૌ સાથે મળી કામ કરે તે ખૂબ જરૂરી છે.
ભારતમાં વિવિધતમાં એકતા પણ છે. દેશમાં જુદી જુદી ભાષા બોલતા નાગરીકો એક બીજા સાથે જોડાય,કલ્ચરની જાણકારી વિશે જાણે, ધંધાકીય ક્ષેત્રે જોડાય તે ખૂબ જરૂરી છે. આજે પણ સૌરાષ્ટ્રના તમિલ લોકો આજે તમિલના ઝવેરી નગરમાં ઝવેરીના નામથી ઓળખાય છે. ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો આજે તમિલમાં દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા છે અને તમિલના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. તમિલના લોકો ગુજરાત સાથે જોડાય જેના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને મજબૂત કરીએ. આ કાર્યક્રમથી સૌરાષ્ટ્ર અને તમિલના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આજે સોમનાથની ભૂમિમાં તમિલ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમ થકી તમિલનાડુ ગુજરાત વચ્ચે વેપાર, વિચાર સાંસ્કૃતિનું આદાન પ્રદાન મહત્વનો ફાળો ભજવશે: ભૂપેન્દ્ર પટેલ
આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભગવાન સોમનાથની સાક્ષીમાં એક ઐતિહાસીક મિલન યોજાઇ રહ્યુ છે. તમિલનાડુના સૌ અતિથીઓનું ગુજરાતની ઘરતી પર હાર્દીક સ્વાગત છે. તમિલનાડુના અને ગુજરાતના લોકોને જોડવાનો આ કાર્યક્રમના માર્ગદર્શક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નો ખૂબ ખૂબ આભાર વ્યકત કરુ છું. સૌરાષ્ટ્ર તમિલિ સંગમ એ એક અનોખો સંગમ છે, સાસ્કૃતિક સંગમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નું એક ભારત શ્રેષ્ઠ ભારતને સિદ્ધ કરવા માટેનો સંગમ છે. પેઢીઓથી કેટલાય સૌરાષ્ટ્રના કેટલાક ભાઇ-બહેનો મધુરાઇ અને તામિલનાડુના કેટલાક શહેરોમાં વસ્યા હતા.
આજે આ લોકોને સોમનાથના દર્શન કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વિકાસના કાર્યોમાં ગુજરાતનો વિકાસ મોડલ રૂપ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાત-જાતના ભેદભાવ વગર ગુજરાતની જનતાનો વિકાસઅંગે વિચાર કર્યો છે. આજે આ કાર્યક્રમ થકી રાષ્ટ્રીય એકતાનો પાયો નાખવાનો છે. આ કાર્યક્રમ થકી તામિલનાડુ અને ગુજરાત વચ્ચે વેપાર,વિચાર અને સાંસ્કૃતિનુ આદાન પ્રદાન મહત્વનો ફાળો ભજવશે તેવો વિશ્વાસ છે.