આપણે અનેક વખત જોયું હશે કે કલાકારોના ડાયરામાં કરોડો-અબજો રૂપિયા ઉડાડવા,અ આવ્યા ત્યારે પાટણમાં કીર્તિદાન ગઢવીનો અનોખો દાયરો યોજાયો હતો જેમાં લાખો રૂપિયાની સાથે રોટલિયા હનુમાન મંદિરે ભક્તોએ રોટલા રોટલીના ઢગલા કર્યા હતા. કીર્તિદાન ગઢવીએ પોતાનો આ વીડીયો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અપલોડ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાટણની છે જ્યાં રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યારે પ્રથમ પાટોત્સવ નિમિતે કલાકાર કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો – રોટલી લઈને આવ્યા હતા. કોઈ ન લાગ્યું હોય તો પણ ત્યાં પૈસા આપી રોટલી લઈ પ્રવેશ આપવામાં આવ્યો હતો .
ડાયરામાં કીર્તિદાન ગઢવી રંગત જમાવતા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો એટલું જ નહિ નોટોની સાથે આ ડાયરામાં કીર્તિદાનને રોટલાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા – રોટલી ભેગા થયા છે , જે અબોલ પશુઓ અને શ્વાનોને ખવડાવવામાં આવશે.
રોટલિયા હનુમાન દાદાના મંદિરની પ્રથા
આપણે મંદિરમાં અનેક વસ્તુઓ ચડાવીએ છીએ પરંતુ તેમાંની ઘણી વસ્તુઓનો બગાડ થતો હોય છે ત્યારે ગુજરાતમાં આવેલું રોટલીયા હનુમાન દાદાનું મંદિર અબોલ પશુઓનો પેટનો ખાડો પુરે છે. અહીંની પ્રથા છે કે હનુમાન દાદાએ બીજી કોઈ પણ વસ્તુ નહી પરંતુ રોટલીનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે. જેથી અબોલ પશુઓ માટે ભોજનની વ્યવસ્થા કરી શકાય.