ચેન્નઈના ગવર્નરએ સોમનાથ આવતી ટ્રેનમાં સફર કરતા સૌરાષ્ટ્ર-તમીલોને આપી વિદાય: મૂળ માતૃભૂમિમાં આવવા સૌરાષ્ટ્ર તમીલો ભાવ વિભોર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  પ્રેરણાથી આગામી 17મીથી ભગવાન સોમનાથના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. હાલમાં તમિલનાડુના મદુરાઈમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્ર તમિલો ફરી સાંસ્કૃતિક આદાનપ્રદાન કરવા માટે વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ આવી રહ્યા છે. સોમનાથ વેરાવળમાં વસતા તમિલ સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી તમિલનાડુ ગયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, ધર્મ અને રીતિરિવાજો સાચવ્યા છે. તેવી જ રીતે સોમનાથ-વેરાવળમાં વર્ષોથી સ્થાઈ  તમિલ લોકોએ પોતાની  સંસ્કૃતિ, ધર્જ્ઞ, પરંપરા જાળવી છે.

આગામી 17થી મૂળ સૌરાષ્ટ્ર વાસીઓ જે તમિલનાડુમાં વર્ષો પહેલા સ્થળાંતરીત થયેલા છે. તેઓ પૂન:  સૌરાષ્ટ્ર સાથેજોડાવા જઈ રહ્યા છે.ત્યારે આગામી તા.17 એપ્રીલથી સોમનાથ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં  ભાગ લેવા અર્થે મદુરાઈથી આકર્ષક ચિત્રાંકન સાથે ખાસ તૈયાર કરવામાં આવેલ બોગીઓમાં બેસી રેલ માર્ગે રવાના થયા તે સમયે મદુરાઈ રેલવે સ્ટેશન ખાતે પરંપરાગત  શુભેચ્છા વિદાય આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર તામીલ સંગમમાં ભાગ લેવા અર્થે પ્રતિનિધિઓને લઈ મદુરાઈથી નીકળેલી ટ્રેન ચેન્નાઈ ખાતે પહોચતા તામિલનાડુનાં ગવર્નર એન. રવી એ જાતે ચેન્નઈ  રેલવે સ્ટેશન જઈ પ્રતિનિધિઓનું સ્વાગત  કરી પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી.સૌરાષ્ટ્ર મધ્ય સભાનાં અધ્યક્ષ વી.આર. રાજેન્દ્ર આર.બી.આર, રાજકીય  અગ્રણીઓ, શ્રીમતી મહાલક્ષ્મી,   નચિઆપન સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ રેલવે સ્ટેશન ખાતે પહોચ્યા હતા.

જય સોમનાથનાં નારા વચ્ચે પ્રતિનિધિઓને મુસાફરી દરમ્યાન જરૂરી કીટ વગેરે પણ આપવામાં આવી હતી.પોતાની મૂળ માતૃભૂમિમાં આવા ઐતિહાસીક પ્રસંગે ભાગ લેવા જઈ રહેલ, સૌરાષ્ટ્ર વાસીઓમાં ખુબજ  ઉત્સાહ જોવા મળતો હતો. પ્રથમ બેંચમાં પસંદગી પામેલ પ્રતિનિધિઓને મોં મીઠા કરાવી અને એક એક પ્રતિનિધિઓનું સન્માન કરાયેલ.

ચેન્નઈ રેલવે સ્ટેશને તામિલનાડુનાં પ્રદેશ ભાજપ પ્રમુખ અન્નામલાઈ ખાસ હાજર રહ્યા હતા.આ પૂર્વે મદુરાઈ રેલવે સ્ટેશન ખાતે દક્ષીણ ભારતનાં પરંપરાગત  વાદ્યો ઢોલ-નગારા સાથે પ્રવાસીઓને શુભેચ્છા વિદાય અપાયેલ.

ત્રિચિનાપલ્લી રેલવે સ્ટેશને અતિ વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર વાસીઓતેમજ તામિલનાડુનાં અગ્રણીઓએ પ્રવાસીઓનું સ્વાગત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.