હોસ્પિટલમાં કોઈ અણબનાવ ન બને તે માટે ડોકટર અને સુપ્રિટેન્ડેન્ટ પર વિશ્વાસ મુકવામાં આવતો હોય છે ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારુની મહેફીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ પટ્ટાવાળા સાથે દારૂ પીતા ઝડપાયા હતા ત્યારે શહેર પોલીસે બન્નેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના વાંકાનેર સિવિલ હોસ્પિટલની છે જ્યાં મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. હરપાલ સિંહ પરમાર અને તેનો પટાવાળો કૈલાશ રાઠોડ તેની જ ચેમ્બરમાં દારૂની મહેફીલ માણતા હોવાની જાણ થતાં શહેર પોલીસ દોડી હતી અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તપાસ કરતા કબાટ માંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે બન્નેને શહેર પોલીસ મથકે લઈ જવાયા હતાં. જ્યાં ફરિયાદી શાહરૂખ એહમદ ચૌહાણની ફરિયાદ પરથી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે વાંકાનેર સિવિલ હોસ્પિટલનાં મેડીકલ સુપ્રી. જેવા જવાબદાર વ્યક્તિ તેની જ ચેમ્બર માં દારૂ ની મહેફીલ કરે ? તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં ત્યારે આ બનાવ થી અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે.