આઇપીએલની 16મી સિઝનની પ્રથમ સદી હૈદરાબાદના યુવા ખેલાડી હેરી બ્રુકે ફટકારી

આઇપીએલ2023માં  કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાયો હતો જેમાં કલકત્તાને હૈદ્રાબાદે 23 રને હરાવ્યું હતું. હૈદરાબાદે નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટે 228 રન કરી જંગી લક્ષ્યાંક ખડકી દીધો હતો.  જેના જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન નોંધાવી શકી હતી પરંતુ લક્ષ્ય વિશાળ હોવાના કારણે 23 રને હાર થઈ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં હૈદરાબાદના અને ઇંગલિશ બેટ્સમેન હૈરી બ્રુકે પ્રથમ સદી ફટકારી હતી.

હૈરી બ્રુકની તોફાની બેટીંગની મદદથી હૈદરાબાદ મોટો સ્કોર કરવા સફળ થઈ હતી અને જીત પણ હાંસલ કરી હતી. સામે કોલકાતાની ટીમે પણ મોટા સ્કોરનો સન્માજનક સામનો કર્યો હતો. એક સમયે જંગલ સ્કોર ને કલકત્તા હાંસલ કરી લેશે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું. કોલકાતા તરફથી નીતીશ રાણાએ તોફાની બેટીંગ કરી 75 રન ફટકાર્યા હતા તો રિંકૂ સિંઘે 31 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 58 રન કર્યા હતા ટીમને જીત અપાવી શક્યો ન હતો.

હૈદરાબાદે કોલકતાને જીતવા 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં હૈરી બ્રૂક અને એડન માર્કરામે તોફાની બેટીંગ કરી હતી. હૈદરાબાદ તરફથી બ્રૂક, માર્કરામ અને અભિષેક શર્માએ તોફાની બેટીંગ કરી મોટો સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ અગાઉ કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા તરફથી આંદ્રે રસેલનો તરખાટ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા રસેલે 2.1 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વરુન ચક્રવર્તીએ 1 વિકેટ ઝડપી છે. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આંધ્ર રસેલ બેટિંગમાં સતત નિષ્ફળ નેવડીયો છે ત્યારે તેમનું ફોર્મ કલકત્તા માટે ખૂબ મહત્વનું છે.

છેલ્લી ઓવરમાં, રિંકુ સિંહ ક્રિઝ પર હતો. બધાને આશા હતી કે રિંકુ સિંહ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ પલટવાર કરશે. રિંકુ પૂરી તાકાત સાથે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમ્યો હતો. ઘણા લોકોના દિલમાં એવી આશા હતી કે રીંકુ  એકવાર ફરી પરાક્રમ બતાવશે જે તેણે ગુજરાત ટાઇટન્સ સામે કર્યું હતું. રિંકુ સખત રમ્યો હતો.  નીતિશ રાણા સાથે મળીને તેણે સનરાઈઝર્સ હૈદરાબાદને લગભગ ઉડાવી દીધું હતું. પરંતુ, છેલ્લી ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે દબાણનો સામનો કર્યો હતો. પરિણામે હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રને હરાવ્યું. કલકત્તાની છેલ્લી ઓવરમાં 32 રનનો પહાડ જેવો પડકાર હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.