‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ કાર્યક્રમની આપી વિગતો
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 132 મી જન્મ જયંતિએ આવતીકાલે ચૌદમી એપ્રિલે રાજકોટ શહેર વોર્ડ નંબર 15 માં મેઘવાળ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ની જન્મ જયંતી ની વિશિષ્ટ ઉજવણી ના ભાગરૂપે ધોરણ 1 થી 8 ના 1500 જેટલા વિદ્યાર્થીઓને 5,000 થી વધુ ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવશે. આ અંગે અબ તકની મુલાકાતે આવેલા આયોજકો રમેશભાઈ વઘેરા; મયુરભાઈ બથવાર, નરેશભાઈ પરમાર, વસુદેવભાઈ સોલંકી એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે બંધારણ ના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેર વોર્ડ નંબર 15 મેઘવાળ સમાજ દ્વારા ધોરણ 1 થી 8 ના 1500 જેટલા વિદ્યાર્થીઓને પાંચ હજાર ચોપડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે ચાર મહિના અગાઉ વોર્ડ નંબર નંબર 15 ના વિસ્તારોમાં જઈને વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો, અને જરૂરિયાત્મક વિદ્યાર્થીઓને ટોકન આપીને કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 132 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ લક્ષી કાર્યક્રમના આયોજનને વોર્ડ નંબર 15 માં દરેક વર્ગ દ્વારા આવકાર સાથે સરાહના થઈ રહી છે.