અમદાવાદમાં મળેલી કુલપતિઓની બેઠકમાં પ્રોફેસરોને કેમ વધુ પગાર મળે તેની વાતો
ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓના મોટાભાગના કાર્યકારી અને યુ.જી.સી.ની લાયકાત ન ધરાવતા કુલપતિઓની ગઈકાલે અમદાવાદ ખાતે બેઠક યોજાઈ હતી. ગુજરાતના શિક્ષણની ચિંતા કરવાની બદલે પોતાના સ્વાર્થને અગ્રતા આપી . લગભગ સવા બે લાખથી વધુ પગાર મેળવતા પ્રોફેસરોને હજુ એના ઉપર પગાર મળે તે રીતે સિનિયર પ્રોફેસર બનાવવા જોઈએ તે વાતની ગંભીર ચર્ચા કરી હતી. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે જણાવ્યું હતુ. તેઓએ ઉમેર્યું હતુ કે ગુજરાતના વિદ્યાર્થીઓની શિક્ષણની ચિંતા કરવાની હતી . તેઓ ચિંતા કરવાની હતી કે ગુજરાતમાં શરૂ થયેલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં યુ.જી.સી. ની લાયકાત ન ધરાવતા અધ્યાપકો સંશોધનો કરાવી રહ્યા છે . આ સંશોધનો માટે લાખો રૂપિયા ફી લેવામાં આવી રહી છે .
ગુણવત્તા યુક્ત સંશોધન થતા હશે કે કેમ ? લાયકાત ધરાવતા માર્ગદર્શકો આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં હશે કે કેમ ? આ પ્રાઇવેટ યુનિવર્સિટી હાલમાં ચાલતી સરકારી યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ તેમની યુનિવર્સિટીમાં લઈ જાય છે, ત્યારે ગુજરાતની સરકારી યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોની અવદશા બેઠી છે, તેની ચિંતા કરવાની બદલે પોતાના સ્વાર્થની ચિંતા કરે તે નીંદનીય છે. આ કુલપતિઓએ પ્રાઇવેટ યુનિવર્સિટીની સામે સરકારી યુનિવર્સિટી કેમ ટકશે તેની ચિંતા કરવાની જરૂર હતી.
આ કુલપતિઓએ સરકારી યુનિવર્સિટીમાં નવા ભવનો વધુ સંશોધન કેન્દ્રો , નવા સ્ટાર્ટઅપ્સ કેવી રીતે શરૂ થાય તેની ચિંતા કરવાની જરૂર હતી . આ કુલપતિઓએ ગુજરાતની મોટાભાગની વિશ્વવિદ્યાલયો ઇન્ચાર્જ કુલસચિવ દ્વારા ઘણા વખતથી ચાલે છે તેની ચિંતા કરવાની જરૂર હતી. યુનિવર્સિટીઓમાં વહીવટી કર્મચારીઓ સતત ઓછા થતા જાય છે અને આઉટસોર્સિંગથી વિશ્વવિદ્યાલયો ચાલે છે તેની ચિંતા કરવાની જરૂર હતી .