વેલજી મતિયા દેવના મેળામાં ચાલીને જતી વેળાએ અથડાવા બાબતે માથાંકુટ થતા ખેલાયો ખુની ખેલ : મેળામાં પોલીસ બંદોબસ્તની નહિવત હાજરીથી લોકોમા રોષ
અંજાર તાલુકાના ખંભરા ગામે વેલજી મતિયા દેવના મેળામાં ચાલીને જતી વેળાએ સામસામે અથડાવા જેવા નજીવી બાબતે યુવકો વચ્ચે થયેલી માથાકૂટનો કરુણ અંજામ આવ્યો છે.જેમાં પાંચ શખ્સોએ યુવકને છરી ના આડેધડ ઘા દિકી દેતા ગંભીર ઈજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવની જાણ થતાં પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય બેની શોધખોળ શરૂ કરી છે.ઊલેખનીય છે કેમેળામા પોલીસની નહિવત્ હાજરીથી લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિગતો મુજબ મોટા કપાયાના જનકપુરી વિસ્તારમાં રહેતા ભરતભાઈ કલ્યાણભાઈ ધેડાએ બનાવ અંગે અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગામના અન્ય લોકો સાથે તેઓ અંજાર તાલુકાના ખંભરા ખાતે વેલજી મતિયાદેવના મેળામાં ગયા હતા, જ્યાં તેમના ગામના ચેતન બીજલ મહેશ્વરી,કમલેશ ગોપાલભાઈ ધેડા અને મનોજ કાનજી ધેડા મળી જતાં તેમની સાથે મેળામાં ફરતા હતા. આ દરમિયાનમાં પરોઢે 3:30 વાગ્યાના અરસામાં આગળ ચાલી રહેલા મનોજ અને ચેતન સામેથી આવતાં રવિ અઉવા ,રવી સજોટ, કરણ માતંગ,મુકેશ રાણા અને દિનેશ હીરજી કનનર નામના યુવાનો સાથે ભટકાઈ ગયા હતા. બોલાચાલી થઈ હતી જોકે, આસપાસમાં હાજર લોકોએ તેમને સમજાવીને અલગ કર્યા બાદ રવાના કર્યા હતા.
બાદ સાંજના સમયે બંને પક્ષના યુવાનો સામે સામે આવી જતા તમામ પાંચ શખસોએ કમલેશ ગોપાલભાઈ ધેડા અને મનોજ કાનજી ધેડા પર હુમલો કર્યો હતો જેના કમલેશને છરીના ઘા ઝીંકી દેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું .જેમાં મળે મૃતકના ભાઇ એ પોલીસ ફરિયાદ નોધાવતા પોલિસે પાંચ સામે ગુનો નોંધી ત્રણ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.