સોશિયલ મીડિયાનો દુરૂપયોગ: હરિફને હરાવવા બોમ્બ બલાસ્ટ કર્યો
એફએસએલને કડી ન મળી સીસીટીવી ફુટેજની મદદથી ક્રાઇમ બ્રાન્ચને મળી મહત્વની સફળતા: ત્યકતાની મદદથી રમકડાની કારમાં દેશી બોમ્બ મુક્યાની ખુલ્યું: સાળા-બનેવી સહિત ત્રણની એકસપ્લોઝીવ એકટના ગુનામાં ધરપકડ
યુ ટયુબની મદદધી ફટાકડા તોડી ગન પાવડરથી બસ પોર્ટ ખાતેની દુકાનમાં જ બોમ્બ બનાવ્યાની કબુલાત
લ મિડીયાના સદઉપયોગથી કેટલાક કામ સરળ બન્યા છે. પરંતુ તેના દુર ઉપયોગ કેટલીક મુશ્કેલી વધારી રહ્યા છે. બસ પોર્ટ ખાતેની મોબાઇલની દુકાન વધુ ભાડુ ચુકવી મેળવવાની પેરવી કરી રહેલા રાજસ્થાની વેપારીની ગુંદાવાડી ખાતેની મોબાઇનલની દુકાન બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાના ખૌફનાક કાવતરાનો ક3ાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાંસ કર્યો છે. ગુંદાવાડી ખાતેની ગુજરાત મોબાઇલ એસેસરિઝ નામની દુકાનમાં એક સપ્તાહ પૂર્વે ભેદી રીતે લાગેલી આગની ઘટના અંગે એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલતી તપાસમાં સીસીટીવી ફુટેજની મદદથી બોમ્બ બ્લાસ્ટનો રહસ્ય સ્ફોટ કરવાની ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે.
ગુંદાવાડીમાં આવેલી ગુજરાત મોબાઇલ એસેસરિઝ નામની દુકાનમાં ગત તા.6 એપ્રિલના રોજ ભેદી રીતે લાગેલી આગની ઘટનામાં એફએસએલ દ્વારા તપાસ શરુ કરાઇ હતી પરંતુ આગની ઘટનાનો તાગ મળ્યો ન હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ જાડેજા અને અશોકભાઇ કલાલ સહિતના સ્ટાફે ગુંદાવાડીમાં વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી ઉંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી.
ગુજરાત મોબાઇલ એસેસરિઝ નામની દુકાનમાં મોબાઇલ કવર ખરીદ કરવા આવેલી અજાણી મહિલાના ફુટેજ મળ્યા હતા. મોઢે બુકાની બાંધેલી અજાણી મહિલા ડોલી પઢીયાર નામની ત્યકતાની ઓળખ થઇ હતી. ડોલી પઢીયારની અટકાયત કરી પૂછપરછ દરમિયાન બસ પોર્ટ પર આવેલી કલારામ ઉર્ફે કલ્પેશ ચૌધરીના કહેવાતી રમકડાની કાર ગુંદાવાડીમાં ભવારામ ચૌધરીની ગુજરાત મોબાઇલ નામની દુકાનમાં મુકવા ગઇ હોવાની કબુલાત આપી હતી. કલારામ ચૌધરી અને ભવારામ ચૌધરીને બસ પોર્ટમાં બાજુ બાજુમાં મોબાઇલની દુકાન હોવાથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હોવાથી રમકડાની કારમાં વોઇસ રેકોર્ડર હોવાનું અને તેની મદદથી ભવારામની વાત ચીત સાંભળવાની હોવાનું કહ્યું હતું.
કલારામ ચૌધરીએ રમકડાની કારમાં બોમ્બ હોવા અંગેની ડોલી પઢીયારને કહ્યું ન હતું માત્ર રેકોર્ડર હોવાનું સમજીને ડોલી પઢીયાર મોબાઇલનું કવર ખરીદ કરવાના બહાને દુકાનમાં ગઇ હતી અને દેશી બનાવટનો ફીટ કરેલો બોમ્બ સાથેની રમકડાની કારનું પાર્સલ ઇરાદા પૂર્વક ભવરરામ ચૌધરીની દુકાનમાં મુકી દીધાનું ખુલ્યું હતું.
ડોલી પઢીયારની કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલારામ ચૌધરીની અટકાયત કરી પૂછપરછ કરતા પોતાની બસ પોર્ટ ખાતે આવેલી મોબાઇલની દુકાનના માલિક અમિતભાઇને દર મહિને રુા.50 હજાર ભાડુ આપે છે. તે દુકાન ખાલી કરાવી ભવરરામ ચૌધરીએ મેળવવા માટે દુકાન માલિક અમિતભાઇને રુા.60 હજાર ભાડુ ચુકવવાની તૈયાર બતાવ્યાની ગંધ કલારામ ચૌધરીને આવી જતા તેને પોતાના સાળા શ્રવણરામની મદદથી યુ ટયુબમાં બોમ્બ કંઇ રીતે બને તે અંગે માહિતી મેળવી હતી. ફટાકડાનો ગન પાવડર અને ટાઇમર સેટ કરવા મટે ઘડીયારમાં મોબાઇલની બેટરી ફીટ કરી વાયરથી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યાનો પ્લાન બનાવી ભવરરામ ચૈૌધરીને નુકસાન પહોચાડવાના ઇરાદે તેની દુકાનમાં બોમ્બ મુકયાની કબુલાત આપતા પોલીસે ત્રણેય સામે અક્સપ્લોઝીવ એકટ હેટળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
ડોલી પઢીયાર કલારામ ચૌધરીની દુકાનેથી મોબાઇલ એસેસરિઝ ખરીદ કરી છુટક વેચાણ કરતી હોવાથી કલારામ ચૌૈધરીના પરિચયમાં આવી હોવાનું બહાર આવ્યું છે.