પ્રદેશ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખનું નિવેદન
ભારતીય જનતા પાર્ટીની અનુ.જનજાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોરચાના પ્રમુખ અર્જૂનભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં યોજાઇ હતી.પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજની 27માંથી 23 બેઠકો જીતવામાં સૌ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ અભિનંદન પાઠવ્યા. વિઘાનસભા ચૂંટણી પછી લોકસભાની ચૂંટણીમાં પણ આપણો ટાર્ગેટ છે કે દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાની છે તેમાં આપ સૌ મહેનત કરશો. વિઘાનસભાની બે બેઠકો દાંતા અને ખેડબ્રહ્મા હારી ગયા તેનો અફસોસ છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આદિવાસી સમાજના વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સૌના વિકાસ ના મંત્રને સફળ પ્રયત્ન કરવા આવ્યા તેના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે જેથી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ દ્વારા આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં પહેલીવાર દેશના મહત્વના પદ પર આદિવાસી મહિલાને નેતૃત્વ આપ્યું છે. કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને પોતાના ખીસ્સામાં છે તેમ માનતી કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી શ્રીમતી દ્રોપદી મુર્મુજીને પહેલા ગવર્નર બનાવ્યા અને પછી રાષ્ટ્રપતી બનાવ્યા એટલુ જ નહી રાષ્ટ્રપતીની ચૂંટણીમાં પણ તેઓ સૌથી વધુ મતે જીતે તેના માટે પ્રયત્ન કર્યા છે તે જણાવે છે કે આદિવાસી સમાજ માટે કેટલી લાગણી છે. કોંગ્રેસ ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતી કરતી હતી.
આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે સરકારનો લાભ લઇ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરજો અને દરેક સરકારી યોજનાનો લાભ આદિવાસી સમાજને મળે તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરજો. આવનાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા સાથે મળી પ્રયાસ કરજો. તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. મોરચાના પ્રમુખએ સંબોધન કરતા જણાવ્યું કે, મોરચાના પ્રમુખ તરીકે મારી નિમંણુક કરવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો આભાર વ્યકત કરુ છું. આદિવાસી સમાજના દરેક પ્રશ્નને હલ કરવા તેમજ પક્ષે ભારતીય જનતા પાર્ટીને ગામેડે ગામડે લઇ જવાની જવાબદારી આપી છે તેને સારી રીતે પુર્ણ કરવાનો પ્રયાસ કરીશ.