રૂ.14.50 લાખ રોકડા, સોનાના ઘરેણા, મકાનને કાર પર લોન લઇ ઠગ પલાયન થયો
રાણાવાવના મિસ્ત્રી કામ કરતા યુવકને કોરોના સમયે મદદરુ બનેલા પાડોશી શખ્સે બે વર્ષ દરમિયાન કટકે કટકે રુા.50.50 લાખની મદદ કર્યા બાદ મિત્રએ છેતરપિંડી કરી ફરાર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના આશાપુરા ચોકમાં રહેતા અને સુથારી કામ કરતા ગીરધરભાઇ જેઠાભાઇ પાણખાણીયાએ તેના પાડોશમાં રહેતા મિત્ર યુનુસભાઇ કાસમભાઇ સાટી નામના શખ્સે રુા.50.50 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગીરધરભાઇને કોરો થયો ત્યારે પાડોશમાં રહેતા યુનુશભાઇ સાટી તેમની કારમાં હોસ્પિટલ લઇ જતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઇ હતી. યુનુસ સાટીએ પોતે આર્થિક ભીસમાં હોવાનું કહી રુા.3 લાખની મદદ માગી હતી. આથી તેને રુા.3 લાખ આપ્યા બાદ તે પરત કર્યા ન હતા અને પોતાની આર્થિક સંકડામણનું બહાનું કરી અવાર નવાર રોકડ રકમ માગતા હોવાથી પોતાને મદદરુપ થયેલા મિત્રને આર્થિક મદદ કરવા માટે કટકે કટકે રુા.14.50 લાખ રોકડા આપ્યા હતા. આમ છતાં યુનુસ સાટીને વધારે પૈસાની જરુર હોવાથી ગીરધરભાઇ પાણખાણીયાએ પોતાના નામે ફલેટ ખરીદ કરી તેની લોન લઇ યુનુસ સાટીને આપી હતી. ત્યાર બાદ કાર ખરીદ કરવા માટે ફરી ગીરધરભાઇ પાણખાણીયાએ લોન લઇ દીધી હતી આમ કટકે કટકે રુા.50.50 લાખ આપ્યા હતા.
ગીરધરભાઇ પાણખાણીયા મિત્રતાના દાવે આપેલી રકમ પરત ન આપી તેમના સોનાના ઘરેણા ગીરવે મુકી તે પરત ન આપયા હતા. ફલેટ તેમજ કારની લોનના હપ્તા ન ભરતા પોતાને નોટિસ આવતી હોવાથી યુનુસભાઇ સાટીને સમજાવવા જતા તેઓએ કારમાં દારુની હેરાફેરી કરી તને ફસાવી દેશુ તેમજ ઉઘરાણી કરતો તો વ્યાજના ગુનામાં ફીટ કરી દેવા ધમકી આપી હતી. યુનુસ સાટીએ કાર જામનગરના સરફરાજ નુરમામદને બારોબાર વેચી નાખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાણાવાવ પોલીસે યુનુસ સાટી સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી પી.એસ.આઇ. પી.ડી.જાદવ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.