પિતાના મિત્ર પર ભરોસો કરી મોબાઇલ આપવા ગયેલી સગીરાના હાથ-પગ બાંધી  શિયળ લૂંટયું: વાસનાંધની ધરપકડ

શહેરના ગાંધીગ્રામ ભારતીનગરના શખ્સે પુત્રીની ઉમરની તુરણીના હાથ-પગ બાંધી બળજબરીથી બળાત્કાર ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારના ુગુનામાં રફીક આરબ નામના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાણાવટી ચોકમાં રહેતા પરિવારના પરિચીત રફીક આરબ નામના શખ્સે બે દિવસ પહેલાં તરુણીને એક્ટિવા આપ્યું હતું. ગઇકાલે રફીકે તરુણીના પિતા સાથે મોબાઇલમાં વાત કરી પોતાના એક્ટિવામાં મોબાઇલ છે તે આપવી જવાનું જણાવતા તરુણી ગઇકાલે બપોરે એકાદ વાગે ભારતીનગર શેરી નંબર 2માં રફીક આરબના ઘરે મોબાઇલ આપવા ગઇ હતી.

રફીક આરબ પોતાના ઘરે ેકલો હોવાથી તેને તરુણીને રુમમાં બોલાવી દરવાજો બંધ કરી દીધો હતો અને કપડા કાઢવા ધમકી દીધી હતી પરંતુ તરુણી તાબે ન થતા રફીક આરબે કપડાથી હાથ-પગ બાંધી મોઢે ડુસો દઇ બળજબરીથી દુષ્કર્મ આચરી ધમકી દીધી હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મહિલા પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ જનકાંત અને રાઇટર જયેશભાઇ શુકલએ રફીક આરબ સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે. રફીક આરબ મુળ બોટાદ પંથકનો વતની હોવાનું અને ગઇકાલે તેની પત્ની અને પુત્રી બોટાદ ગયા હોવાથી ઘરે એકલો હોવાથી મિત્રની પુત્રીને વાસનાનો શિકાર બનાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તરુણી ધોરણ નવમાં અભ્યાસ કરતી હોવાનું તેના પિતા મજુરી કામ અને માતા કેટરર્સમાં કામ કરતી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.