મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જે.ડી.એફ.ની.પ્રવૃત્તિને બિરદાવી: સંસ્થા સાથે 1750 જુવેનાઈલ ડાયાબિટીસ બાળખો: 500થી વધુ બાળકોની વિનામૂલ્યે સારવાર કરાઈ
બાળપણથી જેમને ટાઇપ વન ડાયાબિટિસની વ્યાધિ થાય છે એવા જુવેનાઇ ડાયાબિટિક બાળકોની સેવા કરતી જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશન સંસ્થાને રાજકોટ મહાનગરપાલિકાએ રૂપિયા પાંચ લાખનું અનુદાન આપ્યું છે.
રાજકોટના મેચર ડો.પ્રદિપ ડવ અને પૂર્વ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ રાજકોટની જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનની સેવા પ્રવૃતિને બિરદાવતાં રૂપિયા પાંચ લાખનું દાન જાહેર કર્યુ છે. સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર અપુલ દીશીએ આભાર માનતાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ ડાયાબિટિક બાળકોની સેવાના યશને આગળ ધપાવવામાં મહત્વની મદદ કરી છે.
થોડા સમય પૂર્વે ઉદ્યોગપતિ શંભુભાઇ પરસાણા પરિવારે પણ જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનની પ્રવૃતિને નિકટથી નિહાળ્યા બાદ રૂપિયા પાંચ લાખની સહાય જાહેર કરી હતી . આમ સમાજના તમામ વર્ગથી જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનની પ્રવૃતિની ન માત્ર સરાહના થય છે. પરંતુ તેમને આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.
અપુલભાઈ દોશીએ જણાવ્યું હતું કે આરએમસી દ્વારા રૂપિયા પાંચ લાખની સહાય જાહેર કરવામાં આવી છે તેમાંથી રાજકોટ શહેરના કુલ 100 બાળકો ને રૂપિયા 5000 મૂલ્યની ગ્લુકોમીટર સ્ટ્રીપ , ઇન્સ્યુલીનગ પેન નીડલ અને સિરીજની કીટ આપવામાં આવશે. જે.ડી.એફ.માં હાલ 1750 બાળકો નોંધાયા છે. જેમાંથી 500 બાળકો એવા છે કે જેમને વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે .
છેલ્લા 18 વર્ષથી બાળકોમાં થતા ડાયાબીટીસ (ટાઈપ -1 ડાયાબીટીસ) ને નાથવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ નિસ્વાર્થ ભાવે અથાગ પ્રયત્નો કરે છે. સંસ્થાનું મુળભુત કાર્ય ડાયાબીટીક પીડીત બાળકોને ડાયાબીટીસ ને કેવી રીતે શકાય તે છે. આ માટે ડાયાબીટીસથી પીડીત બાળકોને સંપૂર્ણ સારવાર, ડાયાબીટીસમાં ઉપયોગી દવાઓ, રીપોર્ટસ વગેરે સતત મળી રહે અને ટાઈપ -1 ડાયાબીટીસમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તથા કેળવણી વખતો વખત મળી રહે તે છે.
ડાયાબિટીસના પ્રકાર
ટાઈપ-1 ડાયાબિટીસ- જે બાળકોમાં થતા ડાયાબીટીસનો પ્રકાર છે જેને જુવેનાઈલ ડાયાબિટીસ તરીકે ઓળખવામા આવે છે
ટાઈપ-2 ડાયાબિટીસ – જે પુખ્ત કે મોટી ઉંમરની વ્યકિતઓમાં થતો જોવા મળે છે.