રોટરી ક્લબ રાજકોટ મીડટાઉન આયોજિત
100થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લઇ રાજીપો વ્યક્ત કર્યો: શ્રવણયંત્ર મશીન એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ
રાજકોટની સુપ્રસિદ્ધ રોટરી ક્લબ રાજકોટ મીડટાઉન દ્વારા શ્રવણ યંત્ર ફ્રી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.રોટરી ક્લબ રાજકોટ મીડટાઉનએ છેલ્લા બે દાયકાઓથી પણ વધારે સમયથીઆ સેવાયજ્ઞને પ્રજ્વલિત રાખ્યો છે. સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે લોકોની જરૂરિયાત અને સાંપ્રત સ્થિતિથી જે લોકો માટે જરૂરી છે તેવા કાર્યો કરવા અગ્રેસર રહે છે. આ પહેલા પણ સંસ્થા દ્વારા રાજકોટ શહેરના લોકો માટે ખૂબ મહત્વના પ્રોજેક્ટ હાથ ધરી અને રાજકોટના લોકોની જે સમસ્યા હતી તેનું નિવારણ લઈ આવી છે.
બહેરાશની સમસ્યાથી પીડાતા લોકો માટે છેલ્લા બે દાયકાઓથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેના અંતર્ગત લાભાર્થીઓને શ્રવણ યંત્ર ફ્રી કેમ યોજી શ્રવણ યંત્રનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે એરપોર્ટ રોડ પાસે ગીત ગુજરી સોસાયટી સ્થિત રોટરી રાજકોટ મિડટાઉન ક્લબ પર શ્રવણયંત્ર ફ્રી કેમ્પનો 100 થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. એડવાન્સ ટેકનોલોજી વાળા શ્રવણયંત્ર કેમ્પ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.કેમ્પના લાભાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ રાજકોટ મિડટાઉનના પ્રમુખ, ઉપપ્રમુખ,કમિટી સભ્યો તથા ડોક્ટર મોદી પરિવારે જેહમત ઉઠાવી હતી.
જરૂરિયાતમંદ માટે શ્રવણયંત્ર મશીન તેમના વ્યક્તિત્વને નવી આશાઓ પૂરી પાડે છે:ડો.નીરવ મોદી
ઇએનટી સર્જન ડોક્ટર નિરવ મોદીએ જણાવ્યું કે, દર વર્ષે રોટરી રાજકોટ મિડટાઉન ક્લબ ખાતે શ્રવણયંત્ર ફ્રી કેમ્પ યોજવામાં આવે છે.જેના અંતર્ગત આ વખતે 150 જેટલા જરૂરિયાત મંદ લોકોને શ્રવણયંત્ર ફ્રી આપવામાં આવ્યા છે. આ કેમ્પના લાભાર્થીઓ માટે મશીન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે ઘણી વખત એવા લોકોને આ મશીન મળે છે કે જેઓ માટે જીવનમાં નવી શરૂઆત થતી હોય છે. બેહરાસ વાળી વ્યક્તિનો કાનના ગળા ના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સાંભળવાનો રિપોર્ટ કરાવવામાં આવે છે. કાનના બહેરાશમાં જે નંબર નીકળે છે એ મુજબની ફ્રિકવન્સી સેટ કરીને દર્દીઓને મશીનનું વિતરણ કરવામાં આવે છે.
શ્રવણયંત્ર વિતરણ કેમ્પથી લોકોમાં જાગૃતતા વધી રહી છે:ડો. નિરંજન પરીખ
રોટરી ક્લબ રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. નિરંજન પરીખે જણાવ્યું કે, શ્રવણ યંત્ર કેમ્પથી લોકોમાં જાગૃતતા ખૂબ આવી રહી છે લોકો સુધી પહોંચવા માટે અમારી સંસ્થા વખતોવખત જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને આવા કાર્યક્રમોને વેગ આપતી હોય છે.લોકોમાં ખૂબ જાગૃતતા આવી રહી છે હજુ ઘણા માધ્યમોથી લોકો સુધી જાગૃતતા પહોંચાડવા નો પ્રયાસ અમારા થકી કરવામાં આવતો હોય છે.આ કેમ્પથી લાભાર્થીઓના જીવનમાં નવો વળાંક આવે છે.બહેરાશથી પીડાતા દર્દીઓ માટે શ્રવણ યંત્ર મશીન આશીર્વાદ સ્વરૂપ બન્યું છે લોકોએ આવા કેમ્પનો વધુને વધુ લાભ લેવો જરૂરી છે.
શ્રવણયંત્રથી સાંભળવાનું નવું જીવન મળ્યું: લાભાર્થી
રોટરી રાજકોટ મીડટાઉન આયોજિત શ્રવણયંત્ર કેમ્પના લાભાર્થીએ જણાવ્યું કે,છેલ્લા ચાર વર્ષથી બેહરાસની પીડા થી પીડાઈ રહ્યા હતી. પરંતુ રોટરી મીડ ટાઉન સંસ્થા દ્વારા શ્રવણ યંત્ર કેમ્પ યોજી અમારા જેવા અનેક બેહરાસની સમસ્યાથી પીડાતા લોકો માટે સાંભળવા માટેનું નવું જીવન આપ્યું છે.ખૂબ આનંદની લાગણી અનુભવી રહી છું આવા કેમ થવા જોઈએ અને જરૂરિયાતમંદ લોકોએ આવા કેમ્પનો લાભ અચૂક લેવો જોઈએ.