મોબાઇલ ગેમના વળગણથી દૂર કરવા બાળકોને ખડતલ બનાવવાનો પ્રયાસ
લંગડી, ખો-ખો, કોથળા દોડ, લીંબુ ચમચી સહિતની 31 થી વધુ દેશી રમતો રમ્યા બાળકો
હાલના ટેકનોલોજીના યુગમાં બાળકો આપણી દેશી- શેરી રમતોથી તદ્દન દર થઇ ગયા છે. હાલ મોબાઇલ ગેમનો વ્યાપ વઘ્યો છે. ત્યારે બાળકો શેરી રમતો રમવાનું ભૂલી ગયા છે. મોબાઇલ ેમથી બાળકોમાં હિંસક વૃતિ વધે છે તેમજ અવાસ્વવિકપણામાં બાળકો જીવતા થયા છે. આ રમતોમાંથી બહાર કાઢવા અને બાળકોના તન અને મનની તંદુરસ્તી જાળવવા માટે શહેરની નવરંગ નેચર કલબ દ્વારા દેશી રમતો રમાડીને તેને જીવંત રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ કલબ વિવિધ શાળાઓમાં જઇ બાળકોને શારીરિક શ્રમ પડે તેવી 31 થી વધુ રમત રમાડીને દેશી રમતો તરફ ખેંચવાના પ્રયાસ કરી રહી છે. દેશી રમત એટલે મોટેભાગે શેરીઓમાં રમાતી રમત શેરી રમતોની મજા કહો કે ખાસિયત એ છે કે થોડી જગ્યામાં અને થોડા માણસોથી થોડા સમય અને નહિવત સાધનોથી રમી શકાય છે.
નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી. બાલાની યાદીમાં જણાવ્યા મુજબ ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઇલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમવાનો શોખ જોવા મળે છે. પરિણામે દેશી રમતો રમવાનું પ્રમાણ ઓછું થયું છે. જેથી તેઓ સંસ્થાના માઘ્યમથી આવી ભૂલાતી જતી બિન ખર્ચાળ દેશી રમતો લોકભાગ્ય બને તે માટે જાન્યુઆરી 2016 થી પ્રાથમિક શાળા અને હાઇસ્કુલના બાળકોને ગામડા અને શહેરની શાળાઓમાં જઇને રમાડે છે. વર્ષ 2016 થી અત્યાર સુધીમાં કુલ દોઢ લાખ બાળકોને શેરી રમતો રમાડવામાં આવી છે. તો વળી 2022-23 માં કુલ 130 સ્કુલોમાં જઇ 31,000 બાળકોને દેશી રમતો વિનામૂલ્યે રમાડી છે.
આ રમતોમાં લંગડી, ખો-ખો, નારગોલ, દોરડા કુદ, આંધળો પાટો, છૂટ દડો, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલિયો ધોકો, કબડ્ડી, કમાન્ડો બ્રિજ, સાંઢીયો – સાંઢીયો, ફુંક મારી ફુગો ફોડવો, પૈડા ફેરવવા, પૈડામાંથી પસાર થવું, લાંબી કુદ, ઉંચી કુદ, જુમખા, દેડકા દોડ, વર્તુળનો રાજા, ગિલ્ોલી દડો, ટપલી દાવ, ભમરડા (ગરિયો), મીની ઠેકામણી, ફેર-ફુદરડી, બિલ્લી પકડ અને બેક રેસનો સમાવેશ થાય છે. રમત રમાડયા બાદ બાળકોને પોષણ મળે અને જંકફુડથી દૂર રહે તેવા હેતુસર ગાજર, બીટ, ટમેટા, કાકડી, જામફળ, બોર અને દાડમ જેવો આહાર આપવામાં આવે છે. કલબના પ્રમુખ વધુમાં જણાવતા કહે છે કે પ્રાથમિક શાળાના બાળકોને શેર રમતો રમવી ખુબ જ ગમે છે. જો પ્રાથમિક શાળાથી જ મેદાની રમતોનું આયોજન કરવામાં આવે તો બાળકો મોબાઇલથી દુર થવાની સાથો સાથ ખડતલ પણ બનશે.
શેરી રમતો રમવાથી થતા ફાયદાઓ
રમત-ગમત એટલ જ ‘રમવું’ અને ‘આનંદિત’ રહેવું, રમત રમવાનો ભાવ એ અંતરસ્કુરિત અને કુદરતી છે., રમત-ગમત એ જન્મજાત પ્રવૃતિ છે અને તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે., રમત એ જીવનના સરવાળા- બાદબાકી નો તટસ્થ ઘટક છે., રમતના મેદાનમાં મૂલ્યલક્ષી અનુભવો મળે છે., રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મ વિશ્ર્વાસમાં વધારો થાય છે., ચારિત્ર્ય નિર્માણ માટે રમત જરુરી છે. તેનાથી સંસ્કારો શુઘ્ધ થાય છે. રમતએ રૂંધાયેલ આવેગ, ઇચ્છાઓ અને જરુરીયાતોની અભિવ્યકિતનું માઘ્યમ છે. રમતો શરીરના સ્નાયુ, બાંધો, તંદુરસ્તી અને મજબૂતાઇ માટે છે., સંકટોની સામનો કરવાની ઉકેલ શોધવાની શકિત, બુઘ્ધિ રમતથી આવે છે.
સર્વાગી વિકાસ માટે જરુરી બધા જ ગુણોનું સઁવર્ધન રમતના માઘ્યમથી થાય છે., સૃષ્ટિ પરનીઇશ્ર્વરલીલા એટલે રમત, રમતથી ખેલદીલીની ભાવના વધે છે. હાર-જીત પચાવર્તા શેખી છે., સમવયસ્કો સાથેનું સુસંવાદિતા સાધતાં શીખે છે., એકાગ્રતામાં વધારો થાય છે. તાલગતિ કેળવાય છે., સ્નાયુ- સહનશકિતમાં વધારો થાય છે., હ્રદય રૂધિરવાહિની અને શ્ર્વાસન સહનશકિત વધે છે.