રાજાશાહીમાં રહેવા માટે આપેલી

કુબો એટલે ઝાળ પાંદડાનું ગોળ ધુમ્મર વાળુ ઝુપડુ: ભગવત ગો મંડળ

સીધી લીટીના વારસદારોનો હકક હોય તે  હકિકત છુપાવેલી હતી: પંચાયતના વકીલની દલીલ

જામકંડોરણા ખાતે રાજાશાહીમાં ‘કુબા’ માટે આપેલી જમીનમાં પાકા મકાન કરેલા દબાણો દૂર કરવા સામે દેવીપૂજક પરિવારે કરેલો દાવો કોર્ટે નામંજૂર કરી ગ્રામ પંચાયતની તરફેણમાં હુકમ કર્યો છે.

જામકંડોરણા ગામના દેવીપૂજક ઉકા હીરા પરમારના વકીલો હીરા કડવા રૂડાને રાજાશાહીમા ગઢની રાંગથી બહાર નવા ગામતળમાં ‘કુબા’ માટેની જમીન રહેણાકના હેતુ માટેની આપવામાં આવેલી હતી.

સને 1998માં જામકંડોરણા ગ્રામ પંચાયતે પંચાયતની જમીન ઉપર  પેશ કદમી શરૂ કરતા ગ્રામ પંચાયતે 54 દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા દબાણ ખસેડીલેવાની  નોટીસો આપવામાં આવેલી હતી તે પૈકીનાં દબાણદાર ઉકા હીરા એ  ચો.મી. 308 જગ્યા ઉપર  મકાન અને  ચાર દુકાનો બનાવેલી હતી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન  ધોરાજી કોર્ટમાં  દાવો ચાલતો હતો ત્યાર પછી જામકંડોરણા કોર્ટ દાવો ચાલતો હતો.

જામકંડોરણા ગ્રામ પંચાયત વતી એડવોકેટ કાંતીલાલ બી.બાલધાએ કોર્ટમાં દલીલ કરી અને જણાવેલ કે કુબો એટલેશું અને કુબો કોને કહેવાય જેશબ્દ ભગવદ ગો મંડલમાં તેમની વ્યાખ્યા છે તેમાં ‘કુબો’ એટલે ઝાળ પાંદડાવાળાનું ગોળ ધુમ્મટ’ વાળુ ઝુપડુ કહેવાય છે.તેમાં તેમનો પરીવાર રહે આની નોંધ ગ્રામ પંચાયતના નંબર 2 હતી પણ માપ સાઈઝ લખવામાં આવેલી ન હતી જયારે દેવીપૂજક પરિવારે કુબાને બદલે બેપાકા રૂમ રસોડુ ઓસરી અને ચાર દુકાનો  બનાવેલી અને એક દુકાન બજરંગ એગ્રોથી ભાડે આપલેી છે. આ હકિકત કોર્ટ મારફત કરવામાં આવેલી કમિશ્નરના રેકર્ડ ઉપર આવેલ અને  કોર્ટને ધ્યાન દોરી દબાણ પંચાયતની જમીનમાં કરવામા આવેલું છે.

માલીકીનો આધાર નથીકે આ જમીન કેવી રીતે પ્રાપ્ત થઈ તેમના સીધી લીટીના વારસદારોનો હકક હોયતો હકિકત છુપાવેલી હતી.કુબો એટલે માત્ર તેમના પરિવારને રહેવા પુરતું  હોય તેમાં બાંધકામ ન  હોય અને ગમે ત્યારે પાનઘાસ વાળુ ખેસવી શકાય તેવું હોય તેવા ફોટોગ્રાફી દલીલમાં રજૂ કરવામાં આવેલી હતી જે  હકિકત સીવીલ જજ માન્ય રાખી ઉકા હીરાનો દાવો ખર્ચ સમેત રદ કરવાનો હુકમ કરવામા  આવેલો છે. આ કેસમાં એડવોકેટ વતી કાંતીલાલ બી.બાલધા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.